________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬, માણસોને મોકલ્યા. તેમણે ત્યાં જઈને કહેવાથી વૃદ્ધાવસ્થાને લઈને ચાલવાની શક્તિ નહિ હોવાથી, વાદની લબ્ધિવાળા ગોખમાહિલને ત્યાં મોકલ્યો. તેણે ત્યાં જઈને નાસ્તિકને વાદમાંતુરત જીત્યો અને શ્રાવકોએ ચોમાસું પણ ત્યાં જ કરાવ્યું. ત્યારબાદ આચાર્ય મહારાજાએ વિચાર કર્યો કે ગણધર કોને કરૂં? આગળ ઉપર ગૌતમાદિક ગણધર અને મુનિમહારાજાઓએ ગણધર શબ્દને વહન કરેલ છે. તેને અપાત્રને વિષે સ્થાપન કરવાથી મહાન પાપકર્મ લાગે છે, તેથી દુર્બલિકા પુષ્પ-મિત્રાને આચાર્ય પદવી આપવાની વિચારણા કરી, કારણ કે મહાપુરુષોનો વિશ્રામ ગુણોને વિષે જ હોય છે. સ્વજનોનું મન આચાર્ય મહારાજના ભાઈ હોવાથી ફલ્યુરક્ષિતને આચાર્ય પદવી આપવાનું હતું અને સંઘનું તેમજ સ્વજનોનું મન તેમના મામા હોવાથી ગોદામોહિલને આચાર્યપદ આપવાનું મન હતું. ત્યારબાદ સમગ્ર સંઘ સમુદાયને તથા સ્વજન વર્ગને, તથા સાધુ સમુદાયને બોલાવીને ગુરૂમહારાજે ટાણ ઘડાના દૃષ્ટાંત કહ્યાં કે-૧ દુર્બલિકાપુષ્પમિત્રો પ્રત્યે હું વાલના ઘડાના પેઠે ખાલી થયેલ છું સમગ્ર સૂત્ર અર્થજ્ઞાનના આપવાથી, ૨ ફલ્યુરક્ષિતને હું તેલના ઘડાનો પેઠે રહેલ છું. એટલે તેલ ઘડામાં કિંચિત બાકી રહે છે તેમ કિંચિત જ્ઞાન, તેને આપતા મહારામાં બાકી રહેલ છે, અને ગોખમાહિલ પ્રત્યે હું ઘીના ઘડાના માફક રહેલ છું, એટલે જેમ ઘણું ઘી ઘડામાં ચોટી રહે છે, તેમ તેને આપતા મારામાં ઘણું જ્ઞાન બાકી રહેલું છે, માટે સમગ્ર સૂરા અર્થ તદુભાયુક્ત દુર્બલિકા પુષ્પ મિત્રને આચાર્યપદ આપી કહે છે કે ફલ્યુરક્ષિત તથા ગોદામોહિલ, તથા સાધુ-સાધ્વીયોને વિષે અમારા પેઠે વર્તન કરવું, તેઓ સર્વેને પણ કહ્યું કે, તમો સર્વે જણાએ પણ મારી ભક્તિને વિષે વર્તન કરેલ છે, તેમ આમના પ્રત્યે વર્તન કરવું. મેં તો તમારો અપરાધ સહન કરેલ છે, પરંતુ આ તો તમારો અપરાધ સહન નહિ કરે. આવી રીતે બંને પક્ષને શિક્ષા આપી, આહારપાણીનો
૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org