________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ત્યાગ કરી, અણસણ કરી આચાર્ય સ્વર્ગે ગયા. ત્યારબાદ સુરીશ્વરજીને સ્વર્ગે ગયેલા જાણી, સાંભળી, ગોખમાહિલ ત્યાં આવ્યો, અને ઘડાનાં દષ્ટાંતો સાંભળી જુદા ઉપાશ્રયે રહ્યો. પાછળથી ત્યાં આવવાથી સમગ્ર સંઘે ઉભા થઇ આદરમાન આપીને કહ્યું કે અહીંઆ રહો, પણ પોતાના વાદીપણાના ગર્વથી રહ્યો નહિ. વળી બીજાઓના ભેદો કરવામાં કુશળ છતાં પણ સૂરીશ્વરજીના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધાળુ શ્રાવકોને તે ભેદી શકયો નહિ, તેનું કાંઇપણ ચાલ્યું નહિ, હવે દુર્બલિકાપુષ્પમિત્ર મહારાજા અર્થ પૌરિસી કરે છે તેને નહિ સાંભળતો પોતે બોલે છે કે “હે સાધુઓ ! વાલના ઘડાના જેવા આના પાસે તમે સાંભળો, એટલે તે સાધુઓમાં અવંધ્ય બુદ્ધિવાળા વિંધ્ય નામનો સાધુ તેને કહે છે જ્યાં સુધી સૂરિ ન આપે ત્યાં સુધીમાં કર્મપ્રવાદપૂર્વનો અર્થ કરીએ કે જીવ અને કર્મનો બંધ કેવા પ્રકારે થાય ? તે કહે છે : કર્મનો બંધ ત્રણ પ્રકારે છે : ૧. બદ્ધ, ૨. સ્પષ્ટ, ૩ નિકાચિત. તેમાં સોયના સમૂહના પેઠે બાંધેલ હોય તે બદ્ધ ૧. અત્યંત કીટ કાદવયુક્ત હોય તે સ્પષ્ટ, ૨. અને સોયને અગ્નિને વિષે તપાવી એક ઉપર બીજી મૂકી ઘણથી કુટીને એક કરી દેવી તે નિકાચિત તેના પેઠે રાગ-રોષવડે એવા કર્મોને કરી જીવો બાંધે છે. પોતાના તે તે પ્રકારના પરિણામને નહિ મૂકતો, જે જે પ્રકારના કર્મોને બાંધે છે તે નિકાચિત કર્મ કહેવાય છે. તે ઉદય આવ્યાથી અવશ્ય વેદવું જ પડે નહિ વેદેલ કર્મ કોઈ પણ પ્રકારે ભોગવ્યા વિના ચાલતું નથી. આવી રીતે સાંભળી ગોદામોહિલ તેને વારે છે કે એ પ્રકારેન હોય . પૂર્વે અમોએ એવી રીતે સાંભળેલ નથી ત્યારે વિધ્ય કહે છે કે એમ નહિ તો કેવી રીતે છે ? તે તું કહે ત્યારે ગોષ્ઠામાહિલ બોલ્યો કે -સાંભળો જેમ કંચુક પુરૂષને સ્પર્શ કરે છે, પરંતુ દેહના સાથે બાંધેલ નથી તેમ જેને જીવપ્રદેશના સાથે કર્મબંધન નથી, અને કર્મબંધન કથંચન કરેલ છે તેનું કર્મ સંસારના વિચ્છેદને માટે થશે નહિ, એવું અમને સૂરિએ
9િ3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org