________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કથન કરેલ છે. તે આ તમારો આચાર્ય જાણતો નથી. આવું સાંભળી મેં અન્યથા ગ્રહણ કરેલ હશે, એવું ચિંતવન કરી વિંધ્ય ફરીથી ગુરૂને પુછે છે, તેનો ઉત્તર સૂરિ તેને ફરીથી આપે છે તે તારું વચન સત્ય છે, ગોષ્ઠા મહિલનું વચન સત્ય નથી. આવી રીતે વિધ્ય ગોષ્ઠામાહિલને કહેતા તે સમયે તો મુંગો રહી વિચાર કરે છે કે પ્રસ્તાવે હું તેને ક્ષોભ કરીશ. અન્યદા નવમા પૂર્વમાં પ્રત્યાખ્યાનનો વિચાર ચાલે છે તેને વિષે સાધુ સંબંધે ત્રિવિધ ત્રિવિધેન પ્રાણાતિપાત જીવિતવ્યસુધી પ્રત્યાખ્યાન કરું છું એમ બોલે છે. એટલે ગોષ્ઠામાહિલ બોલ્યો કેતમોએ તે અપસિદ્ધાંત કેમ કહ્યો ? પ્રત્યાખાન કરવું તે સમાધિથી તમે સાંભળો સર્વ પ્રાણાતિપાત અપ્રમાણેક પ્રત્યાખ્યામિ, પ્રત્યાખ્યાન કરું છું. ત્રિવિધ ત્રિવિધન-એ પ્રમાણે પ્રત્યાખ્યાન નિશ્ચય હોય, કારણ કે એ પ્રમાણે પ્રત્યાખ્યાન કર્યું છતે આશંસાદોષવર્જિત હોય અને યાવત્ જીવ ભણતાં બીજાએ અંગીકાર કરેલ કહેવાય. પ્રાણીને જીવિત થકી મારીશ નહિ, મુમુક્ષુએ અપરિયાણે તે કરવું, એવી રીતે બોલનારા ગોષ્ઠામાહિલને વિંધ્ય સિદ્ધાંતની યુક્તિવડે કરી સમજાવ્યા છતાં પણ બોધ પામ્યો નહિ. પછી બહુશ્રુતોને પણ પુછયું, પરંતુ તેમણે પણ પૂર્વના પેઠે જ ઉત્તર આપ્યો. ત્યારબાદ શ્રી સંઘ કાઉસ્સગ્નધ્યાને રહ્યો તેટલામાં શાસન દેવતા આવ્યા. તેને ભગવાનના પાસે પૂછવા મોકલ્યા. તેણે કહ્યું કે “મને તમે કાઉસ્સગ્નનું બળ આપો” એમ કહી ભગવાન પાસે ગયા. ભગવાનને પુછયું કે શ્રીસંઘ સાચો છે કે ગોખામાહિલ ? ભગવાને કહ્યું કે શ્રી સંઘ સાચો છે. ગોષ્ઠામાહિલ વ્યર્થ સાતમો નિહ્નવ છે. શાસનદેવતાયે આવીને કહેવાથી શ્રી સંઘે કાઉસ્સગ્ગ પાર્યો, અને તે વાત ગોષ્ઠામાહિલને કહી ત્યારે તે બોલ્યો કે તે દેવીની શી તાકાત છે કે મહાવિદેહમાં જઈ શકે ? તે બિચારી અલ્પ શક્તિવાળી છે. આવી રીતે ભગવાનના વાકયોને પણ નહિ સદ્ધનાર ગોષ્ઠામાહિલને, દુર્બલિકાપુષ્પમિત્ર આચાર્યે કહ્યું કે, વચન
૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org