________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માનો, નહિ તો સંઘ બાહિર થશો. ૧. શ્રત, ૨ ભક્ત, ૩ પાન, ૪. ઉપધિ, ૫. અંજલી કરવાને વિષે દાપનાને વિષે ૬. નિકાયને વિષે. ૭. અભ્યસ્થાને, ૮. વંદને, ૯. વૈયાવચ્ચે, ૧૦. સમવસરણે, ૧૧ આસને, ૧૨ વ્યાખ્યાને કથાનિમંત્રણે આ બાર પ્રકારે શ્રી સંઘે તેને સર્વથાસંઘ બાહેર કર્યો. તે બાર પ્રકારનો કલ્પ પંચકલ્પને વિષે રહેલો છે. આવી રીતે સાતે નિતવો અલ્પ વિસંવાદ કરનારા કહ્યા.
૮. શિવભૂતિ નામનો આઠમો નિહ્નવ થયો. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૬૦૯ વર્ષે બહુ વિસંવાદ કરનારો, આઠમો નિર્ભવ થયો. રથવીર નગરને વિષે શિવભૂતિ દિગંબર બૌટિક થયો. તેની ઉત્પત્તિ કહે છે-રથવીર નામના નગરના દીપિકા નામના ઉદ્યાનને વિષે એકદા પ્રસ્તાવ આર્ય કૃષ્ણ નામના આચાર્ય મહારાજા આવીને સમવસર્યા. તે નગરમાં એકદા પ્રસ્તાવ પ્રગટ પરાક્રમવાળો શિવભૂતિ નામનો ભટ, એકલો પણ સહસ્ત્રમલ્લ રાજા પાસે સેવા કરવા માટે ગયો, રાજાએ કહ્યું કે તારી પ્રથમ પરીક્ષા કરું, ત્યારબાદ તેને ઉચિત પગાર આપું. તેણે કહ્યું કે બહુ સારું. ત્યરાબાદ કાળીચૌદશને દિવસે તેને કહ્યું કે તું ભૂત, પ્રેત, વનયુક્ત સ્મસાને જા. તયાં પશુને હણ મદ્ય, માંસ યુક્ત માતાની બલિને કર. કૌતુકને જો. એમ કહેવાથી તે ત્યાં ગયો એટલે રાજાયે ગુપ્ત રીતે માણસોને ત્યાં મોકલ્યા અને કહ્યું કે આને નવનવી રીતે શીયાળીયા વિગેરેના શબ્દોથી ડરાવજો આવી રીતે શીખવીને મોકલ્યા, ને તે પ્રમાણે ડરાવવા લાગ્યા, પણ તેનો રોમ માત્ર ડગ્યો નહિ, શિવભૂતિ હિંસા કરી, માતાની બળી કરી માંસ ખાવા બેઠો, અને બીજાઓયે ભય પમાડવાથી કાંઈ પણ ડર્યા નહિ. આવી વાત તે લોકોએ રાજાને કહેવાથી તેને ઉચિત પગાર કરી આપી નોકરીમાં રાખ્યો. એકદા રાજાએ યોદ્ધાઓને હુકમ કર્યો કે મથુરા કબજે કરો. તે લોકોએ વિચાર કરવા માંડયો કે, મથુરા કઈ લેવી ? માટે ચિંતામાં પડ્યા કે શું કરવું ? તેટલામાં શિવભૂતિ
૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org