________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આવ્યો તેમણે તેને ચિંતાગ્રસ્ત દેખીને ચિંતાનું કારણ પૂછયું. તેઓએ કઈ મથુરા લેવી ? વિગેરે કહ્યું, એટલે શિવભૂતિ બોલ્યો કે કાંઇ શું ? વળી સમકાળે બન્ને મથુરા લેવી. તેથી તેઓ બોલ્યો કે બન્ને મથુરા અમારાથી સાથે લઇ શકાશે નહિ, કારણ કે એકને લેતાં ઘણો કાળ લાગશે, તો બન્ને કેમ લેવાય ? તેથી સહસ્ત્રમલે કહ્યું કે, જે કઠણ દુર્જય હોય તે મને આપો, અને બીજી તમો લ્યો. તે સાંભળી સૈન્યના યોદ્ધાઓએ કહ્યું કે પાંડુમથુરાને તમો લ્યો. એમ કહેવાથી તે એકદમ દોડયો અને એકી સપાટે આસપાસનાને જીતી લઈ મથુરાને એકદમ કબજે કરી રાજાને કહ્યું તેથી રાજાએતુષ્ટમાન થઈ કહ્યું કેતું બોલ, તને શું આપું ? એટલે તે બોલ્યો કે નગરમાં મારી ઇચ્છા માફક હું ફરી શકું, તેજ મારી માંગણી છે. રાજાએ કહ્યું કે, એમજ હો. તેથી તે સ્વેચ્છાયે નગરમાં ફરતો મધ્ય રાત્રિયે પણ નગરમાંથી પોતાના ઘેર આવતો નથી, તેની સ્ત્રી પતિવ્રતા છે તેથી તે ઘરે આવ્યા વિના ખાતી, પતિ, સૂતી નથી. અન્યદા સાસુએ દુઃખનું કારણ પુછવાથી, અત્યંત ખેદને હૃદયમાં ધારણ કરીને કહે છે કે હે માતા ! તારો પુત્ર અર્ધી રાત્રિ સુધી પણ ઘરે આવતો નથી, તેથી હું સુધાવડે કરી તેના વિના પીડા પામું છું, માટે હે માતા ! હું કેમ કરૂં? સાસુયે કહ્યું કે, તું આજે સુઇજા, હું આજે જાગું છું. તેમ સાસુના કહેવાથી તે સૂઈ ગઈ. ત્યારબાદ બારણાને દઢતાથી બંધ કરી સાસુ જાગતી રહી છે, તેવામાં તેના દીકરા શિવભૂતિયે આવીને બારણા ખખડાવ્યાં, તેથી તેની માતાએ તિરસ્કાર કરીને કહ્યું કે અત્યારે જ્યાં બારણા ઉઘાડા હોય ત્યાં જા. તેણીએ એમ કહેવાથી રોષ અભિમાનથી નગરમાં ચાલ્યો, અને ભવિતવ્યતાના યોગે આર્યકુષ્ણસૂરિના ઉપાશ્રયના બાર ખુલ્લા હોવાથી ત્યાં ગયો. અને સૂરિને નમસ્કાર કરીને કહ્યું કે હે ભગવન્! મને દીક્ષા આપો, ગુયે ના પાડયા છતાં પણ પોતાના મસ્તકના કેશનું ઉત્થાપન કરી લોચ કર્યો. ત્યારબાદ સાધુવેષ તેને આપી તેને સાથે લઇ ગુરૂએ ત્યાંથી વિહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org