________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કર્યો. ત્યારબાદ કેટલેક કાળે ફરતા ફરતા ફરીથી તેના ગામમાં આવ્યા. રાજાએ તેનું આગમન જાણી તેને બોલાવી રત્નકંબળ આપી. સૂરિએ તે હકીકત જાણવાથી હ્યું કે તે આપણે લેવા યોગ્ય નથી, માટે લેવી નહોતી, કારણ કે સાધુઓને બહુમૂલ્યવાળી વસ્તુઓ લેવાય નહિ. એમ કહી તેને પુછયા વિના જ તેના ટુકડા કરી સાધુઓને એક એક આપી દીધા. તેથી તે ગાઢ કષાયયુક્ત થયો અને ગાઢ ગુણોને ઉપાર્જન કરતો તથા ગાઢ તપસ્યા કરતા છતા પણ ગુરૂને વિષે પ્રેમ રાગવાળો ન થયો. અન્યદા વાચનાકાળે ગુરૂ મહારાજ જિનકલ્પીનું વ્યાખ્યાન કરે છે, તે જીનકલ્પલ્પિકો બે પ્રકારના છે. ૧. પાણિપાત્રા, ૨. પતગ્રહા, અને તે પણ બે પ્રકારે : ૧. સવર્ડ્સ, ૨. વિવસ્ત્ર. ભેદથી બે પ્રકારે છે. તે સાંભળી શિવભૂતિ કહે છે કે તમે તે કલ્પનું આચરણ કેમ કરતા નથી ? ગુરૂએ કહ્યું કે હાલમાં તે માર્ગનો નાશ થયેલ છે. શિવભૂતિયે કહ્યું કે મારા વિદ્યમાન છતાં અને પરલોકની ઇચ્છા કરતા છતાં તે માર્ગ વિચ્છેદ થાય જ નહિ, કારણકે સાધુને સર્વથા નિષ્પરિગ્રહતા કલ્યાણકારી માનેલ છે, તેથી ગુરૂ કહે છે કે ધર્મોપગ્રહ પરિગ્રહ ન કહેવાય, તે માટે નીચે મુજબ કહેલું છે. નહિ દેખાય એવા ઘણા જીવજંતુઓ છે, તેની દયાના ખાતર રજોહરણ રાખવાનું કહેલું છે. કહયું છે કે - ग्रासने शयने, याने निक्षेपे ग्रहणे तथा । गात्रसंकोचने चेष्टं, तेन पूर्वे प्रमार्जनं ॥१॥ तथा संपातिमाः सत्वाः, सूक्ष्माश्च व्यापिनोऽपरे । तेषां रक्षानिमित्तं च, विज्ञेया मुखवस्त्रिका ॥२॥ भवन्ति जन्तवो यस्मात्, भक्तपानेषु केषुचित् । तस्मात् तेषां परीक्षार्थं, पात्रग्रहणभिष्यते ॥३॥ सम्यक्त्व ज्ञानशीलानि, तपश्चेतीह सिद्धये । तेषामुपग्रहार्थेदः, स्मृतं चीवरधारणं ॥४॥
99
ભાગ-૬ ફર્મા-૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org