________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આપી આવ, આવી રીતે વારંવાર કહેવાથી પણ તે માન્યો નહિ અને કહે છે કે મારી નિંદા થાય. હવે, ગુરૂએ વારંવાર કહેવાથી સામુ બોલ્યો કે, ત્રણ રાશી સ્થાપના કરી છે, તેમાં શું ખોટું કર્યું છે ? એમ કહી ગુરૂ સાથે વાદ કરવા લાગ્યો, તેથી ગુરૂયે રાજસભામાં જઈ રાજાને કહ્યું કે અમારા શિષ્ય ઉજૂની પ્રરૂપણા કરી ત્રણ રાશી સ્થાપના કરેલી છે, તે વાત અસત્ય છે, માટે તે રાજા ! અમારો વાદ સાંભળ આવી રીતે કહી સભામાં ગુરૂશિષ્ય વાદ કરવા લાગ્યા, વિવાદ કરતા છ માસ ગયા એટલે રાજાએ કહ્યું કે, તમારા વિવાદથી મારા રાજકાર્યો છેદાય છે, તેથી ગુરુએ કહ્યું કે આટલો કાળ તો લીલા માત્રથી જ તેને ધારણ કરેલ છે, કાલે સવારે તેને નિરુત્તર કરીશ ત્યારબાદ બીજે દિવસે પ્રાતઃકાળમાં રાજા વિગેરે સમગ્ર લોક સહિત ગુરૂ કુત્રિકાપણે જઈ કહે છે કે, જીવ, અજીવ, લાવ. તે જીવ, અજીવ, દેખાડે છે. ગુરૂ કહે છે કે, નોજીવ લાવ ? દેવતા ના પાડે છે તેથી ગુરૂએ ૧૪૪૪ પ્રશ્નો પુછવાથી નિરુત્તર થયેલા શિષ્યના મસ્તક ઉપર નાસિકા, થુંક વિગેરે નાંખવાની રક્ષાની કુંડી નાખી તેને સંઘ બહાર કર્યો. ત્યારબાદ વૈશેષિક સૂત્ર બનાવી વિચરવા લાગ્યો, ઉલૂક ગોત્ર હોવાથી ઉલૂક કૌશીક ગોત્રી કહેવાણો, તેને પૂછેલા ૧૪૪૪ પ્રશ્નો આવશ્યક સૂત્રની વૃત્તિથી જાણવા.
ગોષ્ઠામાહિલ નામનો સાતમો નિહવ થયો. ભગવાન મહાવીર મહારાજાના નિર્વાણ પછી ૫૮૪ વર્ષે આ નિતંવ થયો.
ઇંદ્રમહારાજાએ જેના ચરણકમળને વંદન કરેલ છે તેવા આર્યરક્ષિત સૂરિમહારાજા દશપુર નગરમાં આવ્યા તે અવસરે મથુરાનગરીમાં નાસ્તિકવાદી તાર્કિક ઉઠયો કે “આત્મા નથી દેવ નથી, ગુરુ નથી, ધર્મ નથી, તેથી ત્યાનાં શ્રી સંઘે સકલ સંઘને એકત્ર કર્યો, પરંતુ ત્યાં કોઈ વાદી નહોવાથી દશપુર નગરમાં યુગપ્રધાન પ્રવર શ્રી આર્ય-રક્ષિત સૂરિમહારાજા છે, એમ જાણી તેમના પાસે શ્રી સંઘે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org