________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ લોકોને દેવે પૂછયું કે આ કોનો પુત્ર છે. લોકોએ કહયું કે આ વંધ્યાનો પુત્ર છે, તેની યુકિતયુક્ત બુદ્ધિશક્તિથી વિસ્મય પામીને તુષ્ટમાન થઈ કહેવા લાગ્યો છે ભદ્ર ! તું તારા પિતાની સાથે ચિરકાળ સુખી થા એમ કહી દેવ પોતાને સ્થાને ગયો ને ગુણવર્મ અને બુદ્ધિમતી સુખના ભાજન થયા. આવી રીતે વંધ્યાસુત સ્થાપન કરીને બુદ્ધિમતીએદેવને પણ ઠગ્યો.
( સ્નેહ વિષે જો©ણ ચારણ ક્યા. ) સૌરાષ્ટ્ર દેશના મંડનભૂત-વમનસ્થળી ગામે, પોમલ નામના ચારણની પ્રીતિમતી સ્ત્રીની કુથિી ઉત્પન્ન થયેલ જો©ણ નામનો પુત્ર હતો, અને તે બોંતેર કળાનો જાણકાર હતો. તેમાં પણ ભારત પિંગળશાસ્ત્રને વિષે તે વિશેષ કરી કુશળ હતો. અનુક્રમે તે યૌવન અવસ્થા પામ્યો. તેના પિતાએ કચ્છ દેશને વિષે વસનાર કરણદત્ત ચારણનીરૂપસૌભાગ્યના વિધાનભૂત જયંતી નામની કન્યા સાથે તેને પરણાવ્યો, તેથી રોહિણીની સાથે જેમ ચંદ્રમાં રહે તેમ ઘરકાર્યને વિષે વિમુખ થઈ અત્યંત આસક્તિથી રહેવા લાગ્યો. આવી રીતે કામને વિષે તેને અત્યંત આશકત દેખીને, એક દિવસે તેના પિતાએ કહ્યું કે હે પુત્રો ! પુરુષાર્થરૂપ કમળને પ્રબોધ કરવા સૂર્ય સમાન પુરૂષાર્થ, કામને વિષે અત્યંત આસક્તિ ધારણ કરવાથી ક્ષય પામે છે, અને ક્ષણ થવાથી સર્વે નષ્ટ થાય છે, તેમજ આ પુરૂષાર્થ હોય તો નહિ છતા ગુણો પણ પ્રગટ થાય છે. પુરુષાર્થથી જ લોકો લક્ષ્મીને ઉપાર્જન કરી શકે છે, જે માટે કહયું છે કે - जाइ विज्जा रुवं, तिण्णि वि निवडंतु कंदरे विउले । अत्थो चेव निवठ्ठओ, जेण गुणा पायडा हुंति ॥१॥
ભાવાર્થ : જાતિ, વિદ્યા, અને રૂપ આ ત્રણે મોટા ધરાને વિષે પડો સબબ આ ત્રણેમાંથી એક પણ કામના નથી. આ દુનિયામાં તો ફક્ત એક અર્થ પૈસો જ દિનપ્રતિદિન વૃદ્ધિ પામો,કારણ કે તેનાથી તમામ
૨૫૧
૨૫૧
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org