________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુણો પ્રગટ થાય છે.
આવી રીતે પિતાના વાકયને શ્રવણ કરીને પ્રિયાના પ્રેમપાશથી બંધાયેલ છતાં પણ પોતાની સ્ત્રીને કહી, અને માતાપિતાને કહા વિના જ એકલો રાત્રિએ ઘર બહાર નીકળી ગયો અનુક્રમે ચિત્રકૂટ ગયો. ત્યાં મદનસિંહરાજા છે. તેણે જોલ્હણને બહુ ધન આપી સંતુષ્ટ કરી. અત્યંત પ્રેમની દષ્ટિથી જોવા માંડયો, અને નિરંતર તેનું બહુમાન કરવા લાગ્યો તે રાજાને એક મહમલ્લા નામની નાચનારી છે. તે રંભા ઊર્વશીના પેઠે નૃત્યકળામાં અત્યંત કુશળ છે, રતિના પેઠે રૂપસૌભાગ્ય વડે કરીને કોમળ છે, લક્ષ્મીની પેઠે પુરુષના ચિત્તને હરણ કરનારી છે. પાર્વતીની પેઠે મહેશ્વરના ચિત્તને વશ કરનારી છે, વસંતલક્ષ્મીના પૈઠે કામના ઉન્માદને કરનારી છે, તે જયારે નાચ કરે ત્યારે જોહૃણ પણ આનંદથી પુષ્ટ થાય છે. મહમલ્લાપણ નાટય આડંબરના ગુણને જાણનાર જો©ણને જાણીને વિશેષથી પોતાની નાટયકળાનો આડંબર તેને દેખાડવા લાગી. કિંબહુના ? તે નાચનારી છે અને આ તેના ગુણને જાણનાર છે. આવી રીતે બંનેના મન અરસપરસ એકબીજાની પ્રેમગાંઠથી બરાબર સજજડ બંધાણા રાજાએ પણ તે બંનેના ગુણો અને અરસપરસમનની સંગીન ગાંઠ દેખીને, તુષ્ટમાન થઇને જો©ણને કહ્યું કે જયાં સુધી તું અહીં રહે ત્યાં સુધી આ તારી સ્ત્રી છે, તે તને મેં આપી છે, કારણ કે તમારો બન્નેનો પ્રેમ શિવપાર્વતી જેવો છે, માટે તેવો જ રહો. આવીરીતેજોવ્હાણને મહોલ્લા મળવાથી બંને જણા નિરંતર નિઃશંકપણે વિષયમાં રમવા માંડયા, અને વિષયસેવન કરતા એક ક્ષણના પેઠે બાર વર્ષ વ્યતીત થઇ ગયા, હવે એટલો કાળ પતિની શુદ્ધિ નહિ પામનારી જોણની સ્ત્રી જયંતીએ સસરાએ કહ્યું કે તાત ! સૌભાગ્યવડે કરીને લક્ષ્મીદેવનીના પુત્રોને પણ તિરસ્કાર કરનારા તારા પુત્રની ખબર નથી કે તે કયાં છે ?તો રાંકડી એવી મારી શી દશા ? આવા વચન સાંભળી તેના સસરાએ કહ્યું કે નિરંતર હું ખબર કઢાવીશ. આવી રીતે કહી નિરંતર શોધખોળ માટે
(૨૫૨
૨૫૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org