________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પરદેશીયોને પુછવા માંડ્યો. એકદા ચિત્રકુટથી આવેલો કોઈક ભટ્ટ મળ્યો તેને પૂછ્યું કે તુ કયાંથી આવે છે? તેણે કહ્યું કે ચિત્રકૂટથી તેથી તેણે કહ્યું કે ત્યાં કાંઈ નવીન આશ્ચર્ય જેવું છે કે ? ત્યારે તે ભટ્ટ બોલ્યો કે नाटयपात्रं महामल्ला, जोल्हणचारणो गुणी, चित्रकूटमिहींद्रस्य, दृग् युग्ममिदमद्भूतं ॥१॥
ભાવાર્થ : જયાં નાટકના પાત્રભૂત મહામલ્લા રહેલી છે, અને તેના ગુણને જાણનાર જો©ણ નામનો જ્યાં ચારણ રહેલ છે તે ચિત્રકૂટ પર્વતનું આ અદ્ભુત દૃષ્ટિયુગ્મ, ખાસ કરીને વર્ણન કરવાને માટે લાયકાતવાળું છે. એવી રીતે તેના વચનવડે કરીને પોતાના પુત્રની ખબર જાણી તેનો પિતા ચિત્રકૂટ ગયો. કોલ્હણે ઊભા થઈ તેને માન આપી ભોજનાદિકવડે કરીને તેનો ઘણો સત્કાર કર્યો, અને પોતાના પિતાને વસ્ત્રાલંકારવડે સંતોષીને જો©ણે રાજાને જણાવ્યું કે મારો પિતા આવેલ છે, તેથી રાજાએ પણ જો©ણના પેઠે તેના પિતાને બહુમાન આપ્યું. હવે પિતાના આગ્રહથી પોતાને ઘરે જવાની ઈચ્છા રાજાને જણાવીને કહ્યું કે હે દેવ ! લાંબા કાળના વિરહથી મારી સ્ત્રી અને મારી માતા બહુ જ ખેદ કરે છે, માટે જો તમારી આજ્ઞા હોય તો હું મારે દેશ જાઉં. તેના અત્યંત આગ્રહથી રાજાએ જવાની હા પાડવાથી, પોતાને ઘર જઇ રાત્રિએ મહામલાને કહ્યું કે હે સુંદરિ ! જો તું માને તો મારી માતાને હું મળવા જાઉં, તેથી વજના પેઠે હણાયેલી તેણી નેત્રવિકાર અને શરીરના આકારથી ગમન કરવામાં સર્વથા પ્રકારે તેને ઉત્સુક જાણીને કહ્યું કે –
પધારો પંથ પુલો, વહેલા રાઉલ વળજો, ડુંગર જીવી જીવજો, ઉંબર જેમ ફલજો. ૧.
પ્રયાણના સમયે આવી રીતે ઉચિત વચન બોલી તથા વંદન કરીને બોલી કે હે પ્રાણનાથ ! ઘણા ઉપચારના બહુવચન બોલાવાવડે કરીને શું કોઇવાર મને રાંકડીને સ્મૃતિગોચર કરજો . ત્યાર બાદ વસ્ત્રાલંકારાદિકવડે કરી, તેનું બહુમાન કરીને અને તેણીએ આપેલા
૨૫3
ભાગ-૬ ફર્મા-૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org