________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મણિમૌક્તિકાદિક પોતાને અંગે ધારણ કરીને રાજાયે સન્માન કરેલો જો©ણ પાછો મહમલ્લા પાસે આવીને બોલ્યો કે હે સુંદરિ ! તું પણ મને પ્રસ્તાવે યાદ કરજે. એવી રીતે બોલતા આનંદથી અરસપરસ વાતો કરતા બન્ને જણા ચિત્રકૂટથી નીચે ઊતર્યા.ત્યારબાદ કોલ્હણે તેને કહ્યું
કે -
नदीतीरे गवां गोष्टे, क्षीरवृक्षे जलाश्रये । आरामे कूपकंदा विष्टबंधुंविसर्जयेत् ॥१॥
ભાવાર્થ : જ્યારે કોઈ પરદેશ જાય ત્યારે તેના સગાસ્નેહી સંબંધીયો તેને વળાવા જાય છેતે નદીના કાંઠા સુધી ગાયોનો વાડો હોય છે ત્યાંસુધી, વડલાનું ઝાડ હોય છે ત્યાં સુધી, સરોવર કે તળાવ હોય છે ત્યાં સુધી, બગીચો કે કુવાનો કાંઠો હોય છે ત્યાં સુધી પહોંચ્યા પછી પોતાના બંધુ વર્ગદિ ઇષ્ટ નેહિયોને પરદેશ જનાર પાછા વાળે છે. માટે તે સુંદરી ! તું આ વડ વૃક્ષ નીચે હવે ઊભી રહે.
આવી રીતે કહેવાથી નીતિશાસ્ત્રની જાણનારી તે ત્યાં જ ઊભી રહી અને વડવૃક્ષની નીચે રહેલ યક્ષની સ્ત્રીને પેઠે તેને વારંવાર પાછું વાળી જોતો સતો જો©ણ આગળ ચાલ્યો. હવે જેમ જેમ તે આગળ ગયો. તેમ તેમ વડવૃક્ષના ઉપર ચડીને તેને તે જોવા લાગી અને તેને દૂર ગયેલો નહિદેખવાથી પક્ષિણીના પેઠે તે વૃક્ષની ટોચે પહોંચી અને સર્વથા તે દેખાતો બંધ થયો કે પ્રાણથી મુક્ત થઇ ગઈ તે પણ આગળ ચાલતો પાછું વાળી જોતો તેના લુગડાને છેડાને ચાલતા દેખીને તેમજ ચૈતન્ય રહિત થયેલી તેણીને જોઈ જોલ્ડણ પાછો ફર્યો અને વિચાર કરવા લાગ્યો કે મને દેખીને આ મારા સન્મુખ આવીને મારી સેવા કરતી હતી, ને હાલમાં મને દેખીને આદરમાન કેમ દેતી નથી ? એવી શંકાથી આકુળવ્યાકુલ થયેલા તે વડલાના વૃક્ષ ઉપર ચડ્યો અને જીવતીના પેઠે પોતાના હાથવતી તેણીને સ્પર્શ કર્યો, પરંતુ તેને મરેલી જાણીને વિચાર કરે છે કે અહો ! આ મારા સ્નેહના દુઃખથી મરણ પામી અને હું તો
૨૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org