________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હજી પ્રાણને ધારણ કરું છું, માટે મને આ બહુ જ લજ્જાસ્પદ છે, એવીરીતે વિચાર કરતો તે પણ મરણ પામ્યો હવે પુત્રને નહિ આવવાથી શંકાને ધારણ કરી તેનો પિતા ત્યાં ગયો અને પોતાના પરિવારને આગળ ચાલતો કર્યો ત્યાં જઈ જોવે છે તો પોતાના પુત્રને મરણ પામેલો દેખીને રૂદન કરી વિલાપ કરવા લાગ્યો અને મૂછને પામતો મોટો શબ્દ વડે કરીને બોલ્યો કે -
નાતે નેહ ન હોય, પ્રીતે તો પોમલ ભણે, એક કોલ્હણને જોય મા જીવે મહમલ્લ મરે. [૧]
એવી રીતે કહી બન્નેનો અગ્નિસંસ્કાર કરી રાજાને જણાવી પોતાને ઘરે ગયો. આ ઉપરથી એ સમજુતી મળે છે કે એકના મરણ પછી સાચા સ્નેહીઓ જીવિતવ્યને ધારણ કરી શકતા નથી, પરંતુ જૂઠો સ્નેહ ધારણ કરનારા જ જીવી શકે છે. આ દ્રષ્ટાંતના સાથે હાલના લોકોના હવાલ જોશો તો તમામ જૂઠા સ્નેહીયો જ જણાઈ આવશે.
જીવતો નર ભદ્રા પામે, સ્નેહે ભાનુ મંત્રી ક્યા भानुश्च मंत्री दयिता सरस्वती, मृतिंगाता सानृपकौतुकेन । गंगातटे तां पुनरेव लेभे, जीवन्नरो भद्रशतानि पश्येत् ॥१॥
ભાવાર્થ : ભાનુ મંત્રીની સ્ત્રી સરસ્વતી રાજાએ કૌતુકથી તેના સ્વામિનું મરણ તેને મોઢે કહેવાથી તુરત મરણ પામી, અને ફરીથી પણ મંત્રીએ તેને ગંગા નદીને કાંઠે મેળવી, કારણ કે જીવતો માણસેંકડો કલ્યાણને દેખે છે.
તુરગપદ નગરને વિષે નરરાજાને ભાનુનામનો મંત્રી હતો. તેને વિષ્ણુને જેમ લક્ષ્મી તેમ સરસ્વતી નામની સ્ત્રી હતી.તેઓ બન્ને અરસપરસ પ્રેમથી આનંદમાં દિવસો નિર્ગમન કરવા લાગ્યા. એકદા બંનેના અત્યંત પ્રેમની વાર્તા સાંભળી આશ્ચર્ય પામેલો રાજા મૃગયા રમવા ગયો. ત્યાંથી બીજાના રૂધિરવડે કરી વસ્ત્રને લાલ કરી મંત્રીના ઘોડાને
M૨૫૫૦
૨૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org