________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નહિ પરણવાની મારી આજ્ઞાનો આણે ભંગ કર્યો છે, તેથી તેને હું મારીશ, તેણીયે કહ્યું કે સ્વામિન્ ! મારા ઉપર કૃપા કરીને મારા સ્વામિને મારવો છોડી દે જો તારી બીજી કોઇ ઇચ્છા થાય તો હું તને તુરત આપું યક્ષ બોલ્યો કે તું મને વંધ્યાસુત આપે તો હું તેને મૂકી દઉં, તે અવસરે બુદ્ધિવાળીતેણે વિચાર કર્યો કે, અશુભકાળે વિલંબ કરવો જ સારો છે, એમ ચિંતવીને કહ્યું હું તે આપીશ પણ બાર વર્ષે હું તે આપીશ. આવી પ્રતિજ્ઞા કુરું છું, આવી રીતે કહી તેણીએ મંત્રદેવને વિસર્જન કર્યા. પ્રાતઃકાળે મંત્રદેવે મારો પુત્ર મારી નાખ્યો, હવે શું કરવું ? આવી ચિંતાવડે કરીને નિદ્રા રહિત રાત્રીને ગુમાવનારી પોતાની સાસુને પ્રાતઃકાળે નમસ્કાર કરીને કહ્યું કે રાત્રિયદેવ આવ્યો હતો, ને બાર વર્ષની માગણી કરી છે, વિગેરે રાત્રિનો વૃત્તાંત કહીને કહ્યું કે હાલમાં તો તારા પુત્રનો ઉપદ્રવ દૂર કર્યો છે, માટે શાન્તિકરીને રહે. આવા વહુના વયન સાંભલીને હર્ષને પામેલી સાસુ તમારા ઘરનો કારભાર વહુના ઉપર નાંખીને શાંન્તિથી વસવામાંડી. પાંચ વર્ષ વ્યતીત થયા પછી તેણી વંધ્યાપુત્રની ઉત્પત્તિ નિમિત્તે પોતાના સસરાની આજ્ઞાથી નગરના લોકોને તથા પોતાના કુટુંબીયો ને ભેગા કરી જમાડીને બોલી કે તમે બધા સાંભળો. મેં વંધ્યા નામની દાસી મારી પાસે રાખી છે, એમ કહી બધાને વિસર્જન કર્યા. ત્યારપછી તે દાસીને નિરંત્તર તેના સ્વામી પાસે મોકલવા માંડી, અનુક્રમે તેને પુત્ર થયો. ત્યારબાદ તે વહુને તે વંધ્યાપુત્રને સાથે લઇને રાત્રિએ સૂવા માંડી. આવી રીતે નિરંતર પોતાના પતિના સાથે શયન કરે છે, ત્યારપછી બાર વર્ષના છેડે તે દેવ હાથમાં ખડગ લઇને ગુણવર્મના આવાસનેવિષે રાત્રિએ આવીને કહેવા લાગ્યો કે હે સુભગ ! તે પૂર્વે કહેલ વંધ્યાસુત મને દે. તેણીએ કહ્યું કે હે દેવ ! લે આ વંધ્યાસુતને એમ કહીને તે પુત્રને દેખાડ્યો તે સાંભળીદેવ બોલ્યો કે હે ભોળી ! વંધ્યાને પુત્ર કેવીરીતે થાય ? વહુએ કહ્યું કે હે દેવ ! જો આ વંધ્યાનો પુરા ન હોય તો તું નગરના લોકોને પૂછી જો તેમ કહેવાથી
૨૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org