________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પતાસા નાખેલુ દૂધનું કચોળું રાજા પાસે મોકલાવ્યું,તેથી ભોજ રાજાએ શારદા કુટુંબને નગરીમાં રહેવાનો આદેશ આપ્યો. જ્યારે શારદા કુટુંબ પણ નગરમાં પ્રવેશ કર્યો ત્યારે ભોજરાજાએ તેને કહ્યું કે આ નગરમાં જયાં તમોને રહેવાનું સ્થાન મળે ત્યાં તમે સુખપૂર્વક નિવાસ કરો. ત્યારબાદ શારદાકુટુંબ મકાન માટે નગરમાં ફરવા લાગ્યું, તેવામાં તેને એક બાલિકા મળી તેથી તેને શારદા કુટુંબે પૂછયું કે બહેન ! તું કોની બાલિકા છે ? તું કોની દીકરી છે? એવા વચન સાંભળીને તે બાલિકા બોલી – पर्वताग्रे रथोयाति, भूमौ तिष्ठति सारथी । चलती वायुवेगेन, तस्याहंकुलबालिका ॥१॥
ભાવાર્થ : પર્વત ઉપર રથ ચાલે છે અને તેનો સારથી જમીન ઉપર રહીને તે રથને ચલાવે છે. તે રથ પણ વાયુવેગે ચાલે છે તેની હું પુત્રી છું. એટલે શારદાકુટુંબ સમજી ગયું કે આ કુંભારની પુત્રી છે. કુંભારનું ચક્ર અમુક વસ્તુ પદાર્થ ઉપર ઊંચું રાખેલું હોય છે, તેથી તે પર્વતના અગ્રભાવ ઉપર પૈડું ચાલવાથી પર્વત ઉપર રથ ચાલે છે, અને તેનો ચલાવનાર નીચે જમીન ઉપર ઊભો રહી તે પૈડાને ચલાવતો હોવાથી તે સારથી કહેવાય છે. ચક્ર પવનના વેગે ફરે છે માટે તેની આ પુત્રી છે. માટે તેની આ પુત્રી છે. આગળ જતાં બીજી એક બાલિકા મલી, એટલે તેને પૂછયું કે તું કોની પુત્રી છે ? તેથી તે બોલી કે - अजीवा पत्र जीवन्ति, निःश्वसंति मृता अपि । कुटुंबकलहो यत्र, तस्याहं कुलबालिका ॥२॥
ભાવાર્થ : જયાં જીવ વિનાના પણ જીવે છે અને મરણ પામેલા પણ શ્વાસ લે છે, તેમજ જ્યાં કુટુંબમાં કલેશ પણ ચાલ્યા કરે છે તેની હું પુત્રી છું. તેથી શારદા કુટુંબ સમજી ગયું કે, આ લુહારની પુત્રી છે, લુહારની ધમણને ધમવાથી જીવ નહિ છતાં પણ જીવે છે, અને ચામડામાં જીવ નહિ છતા એટલે કે મરણ પામેલ છતાં પણ તે ધમણને દમવાથી
૨૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org