________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વળી હાથી હાથણીમાં પણ ફેર હોય છે. એકના ઉપર સોનાની અંબાડી ચાંદીનો હોદો, સોનેરી કશબી ઘુઘરીયો ઘમકાર કરતી ઝુલો ચડાવવામાં આવે છે, અને તેને ફૂલો તથા ફૂલોની માળા ચડાવી, નાના પ્રકારનો શણગાર સજીને તેની આરતી ઉતારવામાં આવે છે, અને એક હાથીના ઉપર ગધેડાના પેઠે ઘણો જ ભાર લાદવામાં આવે છે. તે જ પ્રકારે ઘોડાઘોડાને વિષે પણ અંતર હોય છે, તેમજ કૂતરા કૂતરાની અંદર પણ ફેરફાર હોય છે, એક કૂતરો ઘરમાં પેસતો લાકડીયોનો માર ખાય છે. ત્યારે એક કૂતરો ગાડી, ઘોડાગાડી, પાલખી તેમજ ગાદી ઉપર તેના સ્વામી સાથે બેસે છે. પક્ષી પક્ષીમાં પણ અંતર હોય છે.કાગડો જયારે બોલે છે ત્યારે તેને કાંકરો મારીને ઉડાડી મુકાય છે, અને કોયલ જ્યારે બોલે છે ત્યારે તેને આદરમાન આપવામાં આવે છે, આ સર્વે વચનો મહિમા છે, મનુષ્ય મનુષ્યમાં પણ બહુ જ ફેરફાર હોય છે. એક વિવિધ પ્રકારના સુવર્ણ, હીરા, મણિ, માણેકના અલંકારો, અને હીરાગળ રેશમી વસ્ત્રોથી ભરપૂર એશારામ કરી ગાડી, ઘોડા, મોટર, હાથી ઉપર બેસી ફરનારા હોય છે અને એકના પાસે પહેરવાના ફાટેલા વસ્ત્ર, અગર લોઢાની વીંટી, અગર ખાવાને પૂરા દાણા , તેમજ રહેવાનેઝુંપડું સરખું પણ હોતું નથી. એકને સર્વ પોતાની પાસે બેસાડે છે અને એકને સર્વેજણા દૂર કાઢે છે, એકને રાજસભામાં આગ્રહથી બોલાવે છે અને એકને ધક્કામુક્કા મારી રાજસભાના બારણા પાસેથી દૂર હડસેલી દેવાય છે. એક અજાણ્યા સ્થાનમાં પણ માન, પાન, સન્માન, પૂજાને પાત્ર બની શકે છે ત્યારે એક જાણીતા સ્થાનમાં પણ અપમાનને પાત્ર બની છે. એક સુરૂપી બીજો કદ્રુપી, એક સુખી બીજો દુઃખી, એક ધનવાન બીજો નિર્ધન, એક પંડિત બીજો મૂર્ખ, એક રોગી બીજોનિરોગી, એક વ્યસની બીજો નિર્બસની, એકક્રોધી બીજો શાંત, આ રીતે મનુષ્યોના મહાન્ અંતરને હે ભોજરાજા ! તમે કેમ નિહાળી શકતા નથી ? આવી રીતે શારદાકુટુંબે રાજાના માણસો પાસે રાજાને હકીકત કહેવરાવી, અને
૨30
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org