________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
(બુદ્ધિ ઉપર શારદાટુંબનું દૃષ્ટાંત )
જ્યાં અન્યાયનો તો ગંધ માત્ર નહોતો એવી ધારા નામની નગરી હતી તે નગરીનો સ્વામી ભોજરાજા ત્યાં રાજ્ય કરતો હતો. તે નગરીમાં સાત માળનો એક મોટો મહેલ હતો, અને તેને વિષેકોઈ કહેવા આવે તેને વ્યંતર કહેતો હતો કે જે કોઈ મારા પ્રશ્નોનો ઉત્તર આપે તે જ આ ઘરમાં રહે એટલે તેના ચાર પ્રશ્નોનો ઉત્તર કોઈ પણ નહિ આપી શકવાથી તે મહેલમાં કોઈ વાસ કરી શકતું નહિ. અન્યદા પ્રસ્તાવે તે નગરીમાં રહેવા માટે એક શારદાકુટુંબ આવ્યું, અને આ કુટુંબમાં માતા, પિતા, પુત્ર, પુત્રી, પુત્રની વહુ અને સેવક વર્ગ પણ પંડિત હતો. તેમણે નગર બહાર રહીને ભોજરાજાને કહેવરાવ્યું કે આપની રજા હોયતો અમો આ નગરમાં રહેવાને માટે આવીને એટલે રાજાએદૂધથી ભરેલું કચોળું મોકલાવ્યું. આ ઉપરથીરાજાયે એમ સૂચવ્યું કે, જેમ આકચોળું દૂધથી ભરેલું છે, તેમજ આ મારું નગર પણ મનુષ્યોથી સંપૂર્ણ ભરેલું છે, જેમ દૂધનાચોળામાં જરાપણા જગ્યા ખાલી નથી તેમજ આ નગરમાં પણ જગ્યા ખાલી નથી, માટે મુકામ ખાલી વિના તમો રહેશો કયાં ? હવે આના જવાબમાં તે શારદા કુટુંબે તે દૂધના કચોળામાં ખાંડના પતાસા નાંખીને રાજા પાસે પાછું મોકલાવ્યું, અર્થાત્ એવું સૂચવ્યું કે જેમ આ
થના કચળામાં ખાડનાં પતાસાં સમાઇ ગયાં, તેવી જ રીતે અમે આ તમારા નગરમાં સમાઈ ઈશું. - ગી તેની સાથે વિશેષમાં કહેવરાવ્યું કે ધારાનગરીમાં માણસોથી પૂર્ણ ભરેલી છે, તેમાં રહેવાની જગ્યા નથી એમ કહેવરાવો છો, પણ ભોજરાજા જેવા વિદ્વાન્ માણસો પણ ચૂકે છે. તેના ધ્યાનમાં એ વાત આવતી નથી કે સર્વે માણસો સરિખા હોતા નથી, કારણ કે મનુષ્ય મનુષ્યમાં કર્મ કરેલું પારાવાર અંતર હોય છે. પત્થર પત્થરમાં પણ અંતર હોય છે એક પત્થર પ્રતિમા રૂપે નિરંતર કેશર, ચંદન, બરાસ, પુષ્પ થી પ્રજા : છે, અને એક પત્થર ઉપર સર્વ પગ મૂકે છે એટલું જ નહિ પરંતુ જો ઠોકર વાગે તો તે પથ્થર ઉપર પણ રોપથઇ જાય છે,
-૨૨૯)
૨૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org