________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શ્વાસ લે છે. હવે લોઢાને તપાવે છે અને તપાવેલ લોઢા ઉપર લોઢાના જ ઘણો મારવાથી કુટુંબ કલેશ હોય છે ને હું પુત્રી છું એટલે લુહારની પુત્રીનું એમ કહ્યું વળી આગળ ચાલતા એક બાલિકા મળવાથીતેને પૂછતાં તે બાલિકા બોલી કે शिरोहीना नरा यत्र, द्विबाहु कर वर्जिताः, जीवंतं नरं भक्षत, तस्याहं कुलबालिका ॥३॥ | ભાવાર્થ : જ્યાં મનુષ્યો માથા વિનાના હોય છે, બે બાહુ હોયછે પણ અંદર કર (હાથ) નથી, અને જીવતા નરને જે ગળી જાય છે તેની હું પુત્રી છું, આવા ઉત્તરથી શારદાકુટુંબ સમજી ગયુંકે, આ દરજીની પુત્રી છે, અંગરખા, અગરકોટ બનાવે છે, તેમાં મસ્તક હોતું નથી. અને બે બાંહ્યો હોય છે પણ અંદર હાથ હોતા નથી, અને તેને જીવતા માણસો પહેરે છે એટલે કોટ તેને ગળી જાય છે, તેની પુત્રી એટલે હું દરજીની પુત્રી છું એમ સમજી શકાયું. આગળ ચાલતાં વળી એક બાલિકા મળી, તેને પુછવાથી તે બોલી કે – जलमध्ये दीयते दानं, प्रतिग्राहीन जीवति ।। दातारो नरकं यान्ति, तस्याहं कुलबालिका ॥४॥
ભાવાર્થ : પાણીમાં જે દાન દે છે, તેનાં લેનારાં, ખાનારા જીવતાં નથી અને દાન આપનાર દાતાર નરકે જાય છે, તેની હું પુત્રી છું, એટલે શારદા કુટુંબ સમજી ગયું કે આ માછીમારની પુત્રી છે, કારણ કે માછીમાર લોકો લોઢાના કાંટામાં આંકડામાં) લોટની ગોળી વિગેરે ભરાવીને પાણીમાં મૂકે છે, તેને ખાવા જનાર માછલાતે લોઢાના આંકડામાં ભરાઈ જઈને મરણ પામે છે, અને એવા પ્રકારનું પાપરૂપી દાન કરનારા દાતાર નરકે જાય છે, એ માછીમારની હું પુત્રી છું તેમ જણાવ્યું આવી રીતે
જ્યાંકુંભાર,લુહાર દરજી, અને માછીમારની પુત્રીઓ પણ વિદ્વાન હતી તેવા આ શહેરમાં ફરતા ફરતા શારદા કુટુંબના માણસો જે મહેલમાં વ્યંતરનો વાસો છે તે મહેલ પાસે આવ્યા અને તે ઘરને ખાલી જોઇને તેના
(૨૩૨
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org