SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અંદર રહેવાનો વિચાર કરીને તે શારદા કુટુંબ તે મહેલમાં પેઠું એટલે અંદર રહેલો વ્યંતર બોલ્યો કે પ્રથમ મારા ચાર પ્રશ્નોનો ઉત્તર આપો, પછી આ મહેલમાં રહો. અને ઉત્તર ન આપી શકો તો અહીંથી ચાલ્યા જાઓ, તેથી શારદા કુટુંબના મુખ્ય માણસે તેને કહ્યું કે કહો તમારા ચાર પ્રશ્નો કેવા પ્રકારના છે ? ત્યારે વ્યંતર બોલ્યો કે જે સહુની પાસે હોય છે તે શું ? આ પ્રશ્નોનો ઉત્તર આપો. શારદા કુટુંબના મુખ્ય માણસે કહ્યું કે સુમતિ અને કુમતિ એ સર્વની પાસે છે. સુમતિ સુખસંપત્તિ આપનારી છે, કુમતિ દુઃખ આપનારી છે. પાણિનીય વ્યાકરણમાં જ્યાં એ પદ આવે છે ત્યાં એવો અર્થ કરેલો છે. આ અર્થ સાંભળી વ્યતર રાજી થયો અને બીજો પ્રશ્ન બોલ્યો : આખા ગોત્રમાં એક પુરુષ ભલો હોય તે કેવો કહેવાય? ઉત્તર જે આખા કુટુંબનો નિર્વાહ કરે તે એક પુરુષ આખા કુટુંબમાં શ્રેષ્ઠ ગણાય છે, બીજા જે પોતાનું પેટ માત્રા પણ ભરી ન શકે આવા દરિદ્રી શું કામના હતા ? કહ્યું છે કે – ન જોઇએ તે લાખ,જોઇએ તે એક જ નહિ એકે એકજ લાખ, લાખ મળે એક જ નહિ. ૧ ભાવાર્થ : ન જોઈએ તેવા લાખ મળે, અને જોઇયે તે એક જ મળે નહિ, એકપણ એક લાખ જેવો હોય છે તે એક લાખથી પણ મળે નહિ. વળી પણ કહ્યું છે કે – હંસાનેરા બેસણું, બગલા બેઠાં વીશ, જે કિરતારે બડા કીયા, તે શું કેસી રીસ ? કયું કીજે અરહિટેડે, વહે જે બારે માસઃ જળધર વરસે એકઘડી, પૂરે જનની આશ. ૩ કોરે ન ચડ એરંડ તું, દેખી ગિરૂઆ પત્ર, ફળફ ધડક્કા જે ખમે, તે તો તરુવર અન્ન. ૪ એક છતાં પણ જે લાખના પેટ ભરે છે તે પુરુષથી આંગણું શોભે છે, તેથી એક જ ભલો છે, આ ઉત્તર સાંભળી વ્યંતર પ્રસન્ન થયો ૨૩૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005492
Book TitleVividh Vishay Vicharmala Part 06
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy