________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અને ત્રીજો પ્રશ્ન બોલ્યો કે વૃદ્ધોએ શું ન કરવું ? શારદાકુટુંબે ઉત્તર આપ્યો કે વૃદ્ધોએ પરણવું નહિ, કારણ કે બાળવયની નાની સ્ત્રી કોઈ યુવાનના પરિચયમાં આવતાની સાથે જ તેના સાથે લુબ્ધ થઈ જાય છે. પછી તેને લઇને તે યુવાન પુરુષ ચાલ્યો જાય છે, એટલે લોકમાં આબરૂના કાંકરા થાય છે, માટે વૃદ્ધ માણસોએ ભૂલ્યા ચૂકયા પણ કદાપિ કાલે પરણવાનો વિચાર કરવો નહિ. આવો ઉત્તર સાંભળીને વ્યંતર બહુ જ ખુશી થયો, તેથી વ્યંતર ચોથો પ્રશ્નો બોલ્યો કે જે ઘરમાં સ્ત્રી પુરુષનું કામ કરે છે તેનું શું થાય છે ? શારદાકુટુંબે ઉત્તરમાં જણાવ્યું કે તે કુટુંબ નાશ પામે છે, કારણ કે જે પુરુષ ગુહ્યની વાત સ્ત્રીને કહે છે તે પુરુષનું ઘર વિનાશ પામે છે. આ પ્રસંગ ઉપર એક કોળીનું દૃષ્ટાંત છે.
કુંડલપુર નામના નગરમાં એક મંથર નામનો કોળી રહેતો હતો. તે તાણા પીંજણનું કામ કરતો હતો. એક દિવસતે લાકડાં લેવા વનમાંગયો. ત્યાં તેણે એક સીસમનું વૃક્ષ બહુ જ સારું દેખીને તેને કાપવાનો વિચાર કર્યો, એટલે તે વૃક્ષના ઉપર રહેલ વ્યંતરને ચિંતા થવાથી તેણે કોળીને કહ્યું કે આ વૃક્ષ ઉપર મારે રહેવાનો વાસો છે, માટે તેનું તું કાપીશ નહિ. પણ કોળીયે નહિ માનતાં તે વૃક્ષના ઉપર કુહાડાનો ઘા કર્યો, એટલે વ્યંતરે વિશેષ કોપાયમાન થઇને કહ્યું કે અરે ભાઈ તું આ વૃક્ષને કાપવું કોઈ પણ રીતે છોડી દે, અને તારા ઉપર હું તુષ્ટમાન થયો છું માટે વર માગ, તું જે માગે તે તને આપું. એટલે કોળીયે કહ્યું કે ઘરે જઈ સ્ત્રીને પૂછી આવું કે શું માગું ? એમ કહી ઘર ભણી બૅરીને પૂછવા માટે ગયો અહીં શાસ્ત્રકાર મહારાજા કહે છે કે જે કોઈ નરમાશવાળા હોય છે તેને કોઈ ગણત્રીમાં ગણતું નથી, અને જ્યારે શકત થાય છે ત્યારે તેની ખબર લેવાય છે. એક હાથી નરમ થઈને રખડતો હતો એટલે તેને કોઈ કુંભાર પોતાને ઘરે લઈ ગયો અને પોતાના ઘરનું કામ તેના પાસે કરાવવા લાગ્યો તેમજ તેની ખાવાપીવાની સારસંભાળ કરવી છોડી દીધી, તેથી તે હાથી કદર્થના પામવા લાગ્યો.
M૨૩૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org