________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તેવામાં કોઈએ તેને શિખામણ દીધી કે ભાઈ ! આવી રીતે કોઈ તારી સંભાળ લેશે નહિ, માટે તું જેવો મોટો છે તેવો મજબૂત થઈ તારું પરાક્રમ બતાવ. એટલે તેણે કુંભારના વાસણો ભાંગી નાંખ્યા ચાકડો તોડી નાખ્યો અને બહાર નીકળ્યો તેથી રાજાના માણસોએ તેને ગ્રહણ કર્યો અને હસ્તિશાળામાં લઈ જઈ બાંધ્યો. તેમજ શેરડીનો ઉત્તમ ચારો પણ તેને મળ્યો. આ દષ્ટાંત ઉપયોગી બહુ જ છે, માટે કોઈ એવા પ્રકારના પ્રસંગમાં ધ્યાન ઉપર લેવાથી બહુ જ ઉપયોગી થઈ પડે છે. હવે તે કોળી જયારે તેની સ્ત્રીને પૂછવા ચાલ્યો ત્યારે રસ્તામાં તેનો મિત્ર મળ્યો, તેને દેવ પ્રસન્ન થયા કેના સંબંધી વાત કરીને પૂછયું કે શું માગું? ત્યારે મિત્ર બોલ્યો કે રાજ માગજે, કોળી બોલ્યો કે મારી સ્ત્રી કહેશે તે માગીશ. પછી ઘરે જઈ સ્ત્રીને કહ્યું કે દેવ પાસે શું માગું ? મિત્રે તો મને રાજ માગવાનું કહેલું છે એટલે સ્ત્રીએ વિચાર કરીને કહ્યું કે જો રાજ માગવાનું કહીશુ તો રાજ મળ્યાથી મને છોડી દેશે, માટે એવું મંગાવું કે મને છોડે નહિ, એમ વિચારીને કહ્યું કે આપણે તો કોળીભાઈ કહેવાઇએ, રાજ માગીને શું કરવું હતું? રાજ્ય તો ક્ષત્રિયો જ કરે. કોળીઓથી રાજ્ય થાય જ નહિ, માટે તમો બે માથા અને ચાર હાથ માગો કે તેથી બમણું કામ થાય, લાકડા બમણા ઉપાડી લવાય અને લાકડા કાપી પણ ઘણા શકાય અને તેનાથી પૈસા પણ વધારે આવે, તેથી આપણી આજીવિકા પણ સારી ચાલે આવા પ્રકારના બૈરીના વચનને માની લઈ દેવ પાસે ચાર હાથ અને બે માથાં માગવાથી દેવે તુરત તેમજ કરી દીધું. ત્યારબાદ લાકડા લઇને કોળી પોતાના ઘર તરફ ચાલ્યો. હવે જેવો નગરના દરવાજામાં પેસે છેતેવામાં લોકોએ વિચાર કર્યો કે આ કોઈ રાક્ષસ આવે છે કારણ કે મનુષ્યને બે માથાને ચાર હાથકદાપિ કાળે હોય નહિ. લોકોએ પત્થર, માટી, યઝી, મુઠીના માર મારવાથી નીચે પડયો અને પ્રાણ મુક્ત થઈ ગયો. હવે શાસ્ત્રકાર મહારાજા કહે છે કે એક તો જે માણસને પોતાનામાં બુદ્ધિ નથી, વળી જે ડાહ્યા માણસો તેમજ મિત્રોના
૨૩૫ ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org