________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વચનોને નહિ માનતા અનાદર કરે છે અને જે સ્ત્રીના વચન ઉપર વિશ્વાસ કરીને તેના કહ્યા પ્રમાણે ચાલે છે તે આ કોળીના પેઠે અકાળે મરણ પામી દુઃખી થાય છે, માટે ડાહ્યા માણસોએ સ્ત્રીની સલાહ લઇને તેના વચન પ્રમાણે ચાલવું નહિ. આવા પ્રકારનો ઉત્તર સાંભળીને વ્યંતરે પ્રસન્ન થઈ રાજીખુશીથી શારદાકુટુંબને તે ઘરમાં વાસ કરવાની આજ્ઞા આપવાથી શારદાકુટુંબ પણ શાંતિથી અંદર રહેવા લાગ્યું.
(શીયલવતીનુ બુદ્ધિનું દષ્ટાંત) કોઈ એક નગરમાં રત્નાકર શ્રેષ્ઠી વાસ કરતો હતો. તેને અજિતસેન નામનો પુત્ર થયો. તે યૌવન અવસ્થા પામ્યા પછી તેને જિનદત્તની પુત્રી શીલવતીની સાથે પરણાવ્યો, શીલવતી બહુજ પવિત્ર ગુણોવાળી હતી, તે એકદા રાત્રિને વિષે ઘડો લઈને બહાર ગઈ અને કેટલીક વારે પાછી આવી, તેથી તેના સસરાને વહેમ આવ્યો કે આ સારા લક્ષણવાળી નથી તેણે પોતાના પુત્રને વાત કરી, પરંતુ તે ડાહ્યો હોવાથી અને પોતાની સ્ત્રીના પવિત્ર ગુણો જાણતો હતો, તેથી તેણે મૌન ધારણ કર્યું અને પોતાના પિતાના કહેલા વચનો ઉપર શ્રદ્ધા ન થઈ. બાદ સાસરે કપટ કરીને શીલવતીને કહ્યું કે તારા પીયરથી તને બોલાવે છે, એમ કહીને તેણીને લઈને તેનો સસરો ચાલ્યો. ચાલતા ચાલતા રસ્તાને વિષે નદી આવી. પુત્રની વહુને સસરે કહ્યું કે પગમાંથી પગરખા કાઢી નાખ પણ તેણીએ પગરખા કાઢડ્યા નહિ તે પગરખા સહિત નદી ઉતરી તેથી સસરાએ વિચાર્યું કે આ વહુ અવિનયી છે. ત્યારબાદ રસ્તે ચાલતા સસરાએ વહુને કહ્યું કે આ ખેતરમાં મગ બહુ જ છે, તેથી વહુ બોલી કે કોઈ ભક્ષણ ન કરે તો કરે તો નહિ, તેથી સસરાને રોષ થયો ત્યારબાદ આગળ ચાલતા એક ગામને દેખીને સસરાએ કહ્યું કે આ ગામ ઘણા લોકોની વસ્તીવાળું છે, તેથી વહુએ કહ્યું કે આ ગામ ઉજ્જડ છે. તેવું સાંભળી સસરો વિચાર કરે છે કે આ સ્ત્રી બહુ જ વિપરીત અને ઉદ્ધત છે. હવે ગામમાં વસવા ગયા પરંતુ કોઈએ તેને ઉતારો આપ્યો
૨૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org