________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નહિ તેથી વૃક્ષ નીચે રહ્યા. સસરો વૃક્ષ નીચે સૂતો, વહુ ઝાડની શાખાઓ હતી તેની નીચે વૃક્ષના મૂળથી દૂર રહી. હવે ત્યાં કોઈ માણસ નીકળ્યો તે રસ્તે જતો હતો તેને દેખી સસરાએ કહ્યું કે આ ચારો છે, એટલે વહુયે કહ્યું કે ન કુટેલ હતો તો. તે સાંભળી સસરાને અત્યંત રોષ ચડ્યા. ત્યારબાદ પ્રાત:કાળે આગળ ચાલ્યા. રસ્તામાં એક ગામ આવવાથી સસરો બોલ્યો કે આ ગામમાં વસ્તી થોડી છે, તેથી વહુએ કહ્યું કે આ ગામમાં લોકો બહુ જ વસે છે તેવું સાંભળી સસરો વિચાર કરે છે કે આ વહુ તદન નાલાયક છે ત્યારબાદ તે સ્ત્રી તે ગામમાં પોતાના મામાનું ઘર હોવાથી પોતાના સસરાની સાથે ત્યાં ગઈ અને તેના મામાએ ભોજન વિગેરેથી તેની સારી રીતે ભક્તિ કરી, હવે પ્રાત:કાળે ત્યાંથી ચાલવા માંડયા તે વખતે તેણીના મામાએ તેને ખાવાને માટે કરબો આપ્યો. તે લઈને તેઓ આગળ ચાલવા માંડયા. રસ્તામાં એક ઠેકાણે કરબો ખાવા બેઠા. મધ્યાહ્ન કાગડાનો શબ્દ થયો તે સાંભળી શીયલવતી બોલી કે એકથી તો દુ:ખી થઈ છું, તેથી સસરાનું ઘર છોડવા વખત આવ્યો છે હવે જો બીજાનું હું ઉપાસન કરું તો જીવતી પીયર ભેગી થવા પામું નહિ માટે હે કાગડા ! તું મૌન કર. આ અવસર તારે બોલવાનો નથી. શીલવતીના આવા વચન સાંભળીને ને તેનો સસરો બોલ્યો કે તું શું બોલી ? મને તારા વચન ઉપર શંકા આવે છે. તેથી વધુ બોલી કે પોપટ મીઠી વાણી બોલે છે તેથી તે ગુણોને લઇને તે બિચારો પાંજરામાં પુરાય છે, અને દુ:ખી થઇ જિંદગીની કેદ ભોગવે છે. રત્નના ગુણોથી સુમદ્રને દેવતાએ મંથન કરેલ છે. મોતીઓમાં ગુણો હોવાથી મોતીઓ વીંધાય છે. અગરમાં ગંધનો ગુણ હોવાથી તે અગ્નિદાહને પામે છે. શીતળતાના ગુણને ધારણ કરનાર ચંદન વૃક્ષ તીણ કુહાડાથી કપાય છે, છેદાય છે. જેમ ઉપરોક્ત વસ્તુઓ પોતાના ગુણોથી જ પરાભવ પામે છે તેમજ મારા ગુણોથી મારી આ દશા થઇ. મને તિરસ્કાર થયો અને સસરાના ઘરને ત્યાગ કરવાની ઇચ્છા નહિ છતાં પીયરમાં જવાનો વખત આવ્યો હું
૨૩૭
મા.ગ-૬ ફ!! - ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org