________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ રાત્રિાયે સૂતી હતી ત્યારે મારા સાંભળવામાં શીયાલડીનો શબ્દ આવ્યો. તે એવું બોલી કે નદીમાં અલંકાર સહિત મડદુ તણાતુ આવે છે. માટે કોઈ આવી તેને ખેંચી કાઢી આભૂષણો લઇને મારૂ ભક્ષણ તે મડદું મને ખાવા આપો. આવી રીતે બોલવાથી અને મને જનાવરની ભાષા જાણવાનું જ્ઞાન હોવાથી હુ રાત્રિાએ ઘડો લઇ બાહાર ગઈ અને નદીમાં પડી મદડુ ખેંચી લઇ અલંકાર લઇને મદડું શીયાળણીને ખાવા આપ્યું, તે ગુણથી ઘર છોડીને અહીં આવવાનો વખત આવ્યો છે. હવે અહી કાગડા બોલે છે કે કરંબો તમે નહિ વાપરતા મને વાપરવા આપો, અને અહીં દસ લાખ દ્રવ્ય નિધાન છે તે તમે લ્યો. તેથી કાગડાને ના પાડું છું કે ભાઈ ! બોલ નહિ, મુંગો રહે. શીલવતીના તેવા વચન સાંભળી કાગડાને કરબો આપી તે જગ્યાએ ખોદી જોયું તો દસ લાખ સોનામહોરો નીકળી તે જોઇ આશ્ચર્ય પામેલા સસરાએ પોતાની વહુને સાક્ષાત લક્ષ્મી સમાન માની, તેના પગમાં પડી, પોતાના કરેલા અપરાધની ક્ષમા માગી, દેવના પેઠે આરાધન કરીને તેણીને લઈને પાછો પોતાના ઘર તરફ ફર્યા, રસ્તામાં ચાલતા સસરાએ પૂછયું કે નદીમાં પગરખા ઉતારવાનું મે કહ્યા છતાં તે ઉતાર્યા કેમ નહિ? વહુએ ઉત્તર આપ્યો કે કાંટા, કાંકરા, કાચ, પથરા હોય તો વાગી બેસે ? તેને લઇને પગરખા સહિત નદી ઉતરી ત્યારબાદ સસરાયે કહ્યું કે આ ક્ષેત્રમાં મગ ઘણા છે એમ મેં કહ્યું ત્યારે તું બોલી કે કોઈ ભક્ષણ ન કરે તો, તેનું શું કારણ ? તેથી વહુ બોલી કે વ્યાજથી મગ લાવીને વાવે અને જેટલા મગ ઉત્પન્ન થાય છે તેટલા તેના ઘણીને ભરવા પડે આપવા પડે માટે વાપરનારને પછાડી બરકત ન રહે, તેથી મે કહ્યું કે કોઈ ભક્ષણ ન કરે તો, કરે તો નહિ. વળી ફરીથી સસરાએ કહ્યું કે મેં કહુયંકે આ ગામ ઘણા લોકોની વસ્તીવાળું છે ત્યારે તું ઉજ્જડ છે તેવું કેમ બોલી ? તેથી વહુએ કહ્યું કે ગામમાં ગમે તેટલા લોકો હોય પણ આપણા સ્વજનવ કોઈ ત્યાં ન હોય તો આપણે તેગામને ઉજ્જડજ જાણવું. તેથી મેં તે ગામને ઉજજડ કહ્યું.
M૨૩૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org