________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આપણા સ્વજનવર્ગ હોય તો આપણને વૃક્ષ નીચે રહેવા વખત આવે નહિ. ત્યારબાદ સસરાએ કહ્યું કે તું વૃક્ષની શાખા નીચે છેડે જઇને કેમ રહી, તેથી વહુએ કહ્યું કે ઝાડના મૂળમાં રહેવાથી સર્પ અને ચોરનો ભય વધારે રહે છે. અને શાખાની નીચે રહેવાથી ચોર અને સર્પ આવતા હોય છે તે દેખી શકાય છે. વાસ્તે જાડના મૂળમાં વાસ કરવો સારો નહિ, એમ સમજી છેક દુર હું શાખાની છાયાને છેડે રહી. ત્યારબાદ વળી સસરાએ પૂછ્યું કે કહ્યું કે આ ચોર છે ત્યારે તું એમ કેમ બોલી કે ન ફુટેલ હોય તો ? તેથી વહુ બોલી કે ન કુટેલ એટલે કુટવાથી હીન સત્ત્વ હોય તો ચોર હોય, સિવાય નહિ એટલે ભયથી નાસનારને પ્રહારો કરવા તે હીન સત્ત્વવાળો હોય છે અને તે જ કુટાય છે, પરંતુ સત્વશાલી કુટાતો નથી, અને તેવો જ ચોર હોય છે વળી પણ સસરાએ પૂછયું કે મેં કહ્યું કે આ ગામમાં વસ્તી થોડા લોકોની છે ત્યારે તું બોલી કે ઘણા લોકો આ ગામમાં છે તેનું શું કારણ? એટલે વહુએ કહ્યું કે જે ગામમાં આપણો સ્વજનવર્ગ ઘણો અગર એકજ ઘર હોય, પણ ત્યાં આપણને ભોજન, દાન, માન, પથારી મળવાથી તે ગામ ઘણા માણસની વસ્તીવાળું કહેવાય છે. તે ગામમાં મારા મામાનું ઘર હોવાથી મેં ગામને ઘણા લોકોની વસતિવાળું કહ્યું. આવા પ્રકારના પોતાની વહુના દીર્ઘબુદ્ધિવાળા અને ગુણાનુરાગી ગુણોને દેખી તેની અપાર બુદ્ધિ જાણી વારંવાર પશ્ચાતાપ કરતો અને વારંવાર તેના પાસે પોતાની અજ્ઞાન દશાની ભૂલોને કબૂલ કરતો તેણીને ઘરે લઈ જઈ, પોતાના પુત્રને તમામ વાત જણાવી વાકેફગાર કરવાથી તેનો ધણી પણ ચમત્કાર પામ્યો ત્યારબાદ તે શીલવતીએ બતાવેલા દેવગુરુધર્મ માર્ગને આલંબન કરી સર્વે જીવો સુખી થઇ સદ્ગતિને પામ્યા.
બુદ્ધિ વિષયે સ્મરસુંદરી વેશ્યા ક્યા. समीहितं स्वकुरुतेसधीमान्, जागर्ति यस्यात् वसरेहि बुद्धि । पंचापिरत्नानि वणिक्सुतस्या, यद्योगी पाज्जि गृहेपणस्त्री ।१
M૨૩૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org