________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ભાવાર્થ : જેને અવસરે બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને જે બુદ્ધિવડે કરી પોતાના ઇચ્છિત કાર્યને કરે છે તે જ બુદ્ધિમાન કહેવાય છે. કારણ કે યોગીના પાસેથી વાણિયાના પાંચ રત્નોને વેશ્યાએ પોતાની બુદ્ધિથી લઇ લીધા.
આશાપલ્લી ગામમાં ગંગદત્ત નામનો વણિક વાસ કરતો હતો, તે એક દિવસ રોહણાચલ પર્વતે ગયો હતો. ત્યાંથી પાંચ ઉત્તમ રત્નોને ગ્રહણ કરી ઘર પ્રત્યે આવતાં વચ્ચે માર્ગમાં દંભપુર નામના નગર પ્રત્યે આવતો વિચાર કરે છે કે આ પાંચ રત્નોને હું કોઈના ઘરે મૂકીને, તુંગ પર્વતને વિષે રહેલ બળદેવની મૂર્તિને નમસ્કાર કરીને ક્ષેમકુશળથી ઘરે જાઉં તો સારું. આવું મનમાં લાવીને તે કોઈને ઘરે ગયો, એટલામાં જ્યાં ત્યાં ફરતા એવા કોઈક યોગીને તે ઘરના સ્વામીએ ઘણી ભિક્ષા આપી, તેથી તે ભિક્ષા લઇને શિષ્ય પોતાના ગુરુ પાસે ગયો. તે ભિક્ષાને વધારે દેખી યોગી વિચાર કરે છે કે નિશ્ચય તેને ઘરે કોઈક પરદેશી રહેલ હશે, તેને ઠગવાને માટે આ આ ગૃહસ્થ વધારે ભિક્ષા આપી છે. હવે યોગીએ કહેવાથી તેનો ચેલો તે ગૃહસ્થને ઘરે જઇને કેવા લાગ્યો કે આ તમારી આપેલી ભિક્ષા વધારે છે એમ કહી પાછી આપીને તે શિષ્ય ચાલ્યો ગયો. તે દેખીને તે ગંગદત્ત વાણિયો ચિંતવવા લાગ્યો કે નિઃસ્પૃહી એવા આ યોગીને ઘરમાં પાંચ રત્નોને હુ મૂકું. એવું વિચારી તે તેના પાસે ગયો. યોગીએ ફોગટ ના પાડયા છતાં પણ તેણે પાંચ રત્નો ત્યાં આગ્રહથી મૂકયા જાત્રા કરીને આવીને તેના પાસે પાંચ રત્નો માગ્યા ત્યારે યોગી બોલ્યો કે તું કોણ? હું કોણ ? વાત કોણ જાણે છે? એમ કહી કાઢી મૂકયો વાણિયાએ જાણ્યું કે આણે મને ઠગ્યો. આવી રીતે બોલતો ગામમાં ફરવા લાગ્યો ત્યાં ગામમાં બુદ્ધિશિરોમણિ સ્મરસુંદરી વેશ્યાને જાણી તેના આવાસે ગયો ને ને તમામ વાત કરી. વેશ્યાએ પણ તે સાંભળી લીધી. ત્યારબાદ પારકાને માટે ચતુર એવી વેશ્યા તેને કહે છે કે હું જ્યારે યોગીની મઢીને વિષે બપોરે જઇને બેસું ત્યારે તારે આવીને તારા રત્નો માગવા. એમ કહીને કુલવંતી નારીનો
૨૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org