________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વેષ લઇને પાંચ પેટીઓને તાળા દઈને યોગી પાસે જઈને કહેવા લાગી કે હે નાથ ! મારા વહાણો સમુદ્રમાં ભાંગીને ડૂબી જવાની વાર્તા આજ આવી છે, તેથી મારી પાસે ઘણા જણા લેણદારો લેણું લેવા આવી આ દાગીના લઈ લેશે, માટે મારા ઉપર કૃપા કરી કેટલાએક દિવસ આ મારા રત્નોની ભરેલી પાંચ પેટીઓ તમે સાચવો એવી વાર્તા જેટલાં કરે છે તેવામાં સંકેત કરેલ ગંગદત્ત વાણિયો ત્યાં ગયો, અને કહેવા લાગ્યો કે મારા પાંચ રત્નો આપો. યોગીએ જાણ્યું કે આને ના પાડીશ તો આ પાંચ રત્નોની પેટીઓ જશે, માટે તે જલ્દીથી આપી દઉં એમ વિચારી તુરત આપ્યા, એટલે પૂર્વે સંકેત કરી રાખેલી એક દાસી આવીને વેશ્યાને કહેવા લાગી કે બે બહેન ! આપણા વહાણો કુશળતાથી ઘરે આવી ગયા છે. તે સાંભળી વેશ્યા નાચવા લાગી, તેને દેખી ગંગદત્ત વાણીયો પણ નાચવા લાગ્યો, તેને દેખી યોગી પણ હસવા લાગ્યો. એવી રીતે યોગીને હર્ષ પામતો દેખી વેશ્યા તેને કહેવા લાગી કે હે નાથ ! મારા વહાણના આવવાથી હું હસું છું ને વાણીએ રત્નોની પ્રાપ્તિ થવાથી હસે છે, પણ હે યોગી ! તું કેમ હસે છે ? કહ્યું છે કે –
“વણિક હસ્યો જે રતન જ પાયો, વેશ્યા હસી જે પ્રવહણ આયો, તું કેમ હસ્યો રે જોગી ભીખી, (જોગી વચ્ચે બોલ્યો) એક કલા અધિકારી શીખી.”
હે વેશ્યા મને આ તારી નવી કળા આવડી તેથી હું પણ હસું છું. ત્યારબાદ ગંગદત્ત પણ પોતાને મહાઉપકાર કરનારી સ્મરસુંદરી વેશ્યાને જાણીને તેને બહુ ઉપકારનુ ભાજન કરીને પોતાને ઘરે ગયો.
. ( બુદ્ધિ વિષયે શીલવતી ક્યા,) विपत्पयोधेस्तरणे तरीव, गरीयसी बुद्धिरिह प्रशस्या । ययैवयच्छीलवती कुलस्त्री, सीलं स्ववित्तं च ररक्ष बुध्या ॥१॥
(૨૪૧)
૨૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org