________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ભાવાર્થ : આપત્તિરૂપી સમુદ્રને તરવાને માટે નાવ સમાન ઉત્તમ પ્રકારની બુદ્ધિ જ આ લોકને વિષે પ્રસંશા કરવા લાયક છે, કારણ કે પોતાની બુદ્ધિવડે કરીને જ કુલીન એવી શીયલવંતીએ પોતાનું શીયલ તથા ધન બન્નેનું રક્ષણ કરેલું છે.
મથુરા નામનીનગરીને વિષે ગુણસાગર નામનો શ્રેષ્ઠી વસતો હતો. તેને સૌભાગ્યવડે જેણે કામદેવનો પણ પરાભવ કરેલો છે તેવો મન્મથ નામનો પુત્ર હતો. તેને તેના પિતાએ રાજગૃહનગરમાં વાસ કરનાર લક્ષ્મીસાગર શ્રેષ્ઠની શીલવતી નામની પુત્રીની સાથે પરણાવ્યો. અન્યદા પરદેશને વિષે ગમન કરવાની ઇચ્છાવાળા તે મન્મથે રાત્રિને વિષે પોતાની સ્ત્રીને એવા પ્રકારે કહ્યું કે હે સ્ત્રી ! હું પરદેશ જાઉં છું તેમાં તારે મારી પાછળ કાંઈ જોઇએ તે ધન મારા પલંગના નીચે સુવર્ણ મણિ-રૂપાના ઘડા ભરેલા છે, તે તું લેજે ને તારે ખપ પ્રમાણે વાપરજે, એવું કહેતાના સાથે જ તે જ અવસરે કર્મયોગે કોઈક કરણ નામનો ચોર આવ્યો તેણે તે વાત સાંભળી, તેમજ શીલવતીના રૂપને દેખીને પણ મોહ પામ્યો, તેથી વિચાર કરવા લાગ્યો કે અહો ! બુદ્ધિવડે કરી મારે ધનની સાથે આને મેળવવી એમ ચિંતવી તે ગયો, અને વસંતપુર ગયેલા મન્મથની પાછળ જઈ, તેનો સ્વભાવ, રુચી, વર્ણાદિક વ્યવસાયોને જાણીને તે ચોર કેટલાયેક દિવસે જૂઠો લેખ લઈ ગુણસાગરને ઘરે આવ્યો અને ત્યાં જઇ શ્રેષ્ઠિને કહેવા લાગ્યો કે હે શ્રેષ્ઠિન ! હું મન્મથનો નોકર છું તેથી મને આ લેખ આપી મોકલાવેલ છે અને પોતાની સ્ત્રીને તેણે ધનસહિત બોલાવી છે. તે ધન પલંગના નીચે છે. આવી વાત કહી તેણે શીલવતીને કહ્યું કે હે ભદ્રે ! તારા સ્વામીએ ધનસહિત તને બોલાવેલ છે. હવે પુત્રના વર્ણ સમાન તમામ દસ્તક લેખના સાચા માની શ્રેષ્ટીએ શીલવતીને રત્નનિધિ યુક્ત તેની સાથે મોકલી, અને ઉંટ ઉપર ચડાવી શીલવતીને વિદાય કરી. રાત્રિને વિષે બીજે માર્ગે ચાલતો તેને જોઈ શીલવતી બોલી કે વસંતપુરનો માર્ગ તો ઉત્તર દિશાને વિષે છે. અને આ માર્ગ તો દક્ષિણ દિશાને વિષે જાય છે, તે કારણ માટે આ માર્ગ
M૨૪ર)
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org