________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નથી. તે સાંભળી ચોરે કહ્યું કે હે ભદ્ર ! એ માર્ગને વિષે ચોરનો ભય છે, માટે તે માર્ગનો ત્યાગ કરી બીજો માર્ગ લીધો છે. આવી રીતે ચોર બોલે છે તેવામાં પ્રભાતકાલ થયો. ત્યારબાદ ઉંટથી ઊતરીને ચોર બોલ્યો હું કાંઇ તારા પતિનો નોકર નથી, કિંતુ ચોર છું. મારે તને હરણ કરી મારી પલ્લી પ્રત્યે લઇ જઇશ. તે સાંભળી શીલરક્ષ' કરવાને વિષે અત્યંત વિચાણ તે શીલવતી બોલી કે હે ભદ્ર ! ત્યાં ધનીલુબ્ધ પલ્લીપતિ તને મારીને મને તથા ધાને લઇ જશે, માટે કોઇ બીજે નગરે ચાલ ત્યાં આપણે બન્ને સ્વેચ્છાથી સુખનો અનુભવ કરશું. આવી રીતે તેને પ્રેરણા કરેલો ચોર રાજગૃહ નગરે ગયો, તે પણ નગરશ્રેષ્ઠિના મિષથકી પોતાના પિતા લક્ષ્મીસાગરના નામને પૂછતી ઊંટની ઉપર જ બેઠેલી પોતાના પિતાના દરવાજાના બારણા પાસે ગઈ તેથી ભાઈઓ તથા પિતાએ તેને દેખી અને નહિ બોલાવ્યા છતાં આવેલી એકાકીને દેખી આલિંગન કરી એકલી કેમ આવી ? એ રીતે કહીને ઘરમાં તેને લઈ ગયો. ત્યારબાદ તેણે કહ્યું કે હે તાત ! ઉંટના ઉપર રહેલી રત્નની ગુણને ઉતારી ભોજન કરાવી સંતોષીને તે નોકરને વિદાય કર. ત્યારબાદ ચોરે વિચાર કર્યો કે આ સ્ત્રીએ બરાબર મને ઠગી લીધો છે, એવું ચિંતવી તે ગયા પછી તમામ વૃત્તાંત કહી, પોતાના સ્વામીનું મનમાં સ્મરણ કરી સુખપૂર્વક રહેવા લાગી. ત્યારબાદ તે મન્મથ પણ વસંતપુરથી પોતાને ઘરે આવ્યો, અને પિતાથી તે વૃત્તાંત જાણીને તેના વિના મારે જીવીને શું કરવું હતું એવી રીતે ઉદ્વિગ્ન થઇ કરવત મુકાવવાને માટે ગંગાકાઠે ગયો. તેના સ્વામિએ વિલંબ કરવાનું કહીને છ માસ સુધી તેને રાખી મૂકયો, એટલામાં તે જ પ્રકારે ત્યાં આવેલા તે ચોરે પોતાનું દુઃખમય વૃત્તાંત તેને કહેવાથી મન્મથ વિચાર કરે છે કે અહો ! આ સ્ત્રીની બુદ્ધિ તો જુઓ.જેણે શીયલ અને ધન બન્નેનું રક્ષણ કર્યું. ત્યારબાદ ગંગાના સ્વામીને તે પોતાનું વૃત્તાંત જણાવીને, તે ચોરને સાથે લઇને, ચોરયુક્ત મન્મથ રાજગૃહ નગરે આવ્યો અને ધન દાન સન્માનપૂર્વક ચોરને વિસર્જન કરી પોતાની સ્ત્રીને લઇને પોતાના નગરે
૨૪3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org