________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આવ્યો. ત્યાં માતાપિતાને સર્વ વાત કહેવાથી પોાતના પુત્રની વહુની આવી ઉત્તમ બુધિ સાંભળી હર્ષને પામેલા પોતાના માતાપિતાને આનંદ ઉત્પન્ન કરી, ધર્મનું આરાધન કરી બન્ને જણા સદ્ગતિને પામ્યા.
( બુદ્ધિ વિપયે મતિશેખર મંગિની ક્યા) किं दुकरं बुद्धिमतां जनानां, यन्मंत्रिणा चौर्यमपीहकृत्वा । यन्मातृपुत्रीपितृपुत्रवार्ता, प्रश्न प्रपंचादमरोप्यवंचि ॥१॥
ભાવાર્થ : બુદ્ધિમાન પુરુષોને દુષ્કર છે શું? કારણ કે મંત્રીએ ચોરી કરીને પણ માતા, પિતા, પુત્ર, પુત્રીની વાર્તાના પ્રપંચથી દેવતાનું પણ ઠગી લીધો,
દત નગરને વિષે નરસિંહ રાજાનો મતિશેખર નામનો મંત્રી હતો. એકદારાજાએ પૂછયું કે તારામાં કેટલી કળા છે ? મંત્રીએ કહ્યું કે મારામાં તોતે કળા . રાજાએ કહ્યું કે બાતર કળા છે, પણ તોતેરમી કળા તું કયાંથી લાવ્યો ? અને તે કંઈ છે ? તે કહે અવસરે દેખાડીશ એમ મંત્રીએ કહ્યું ત્યારબાદ પોતાને ઘરે ગયો. અન્યદા પ્રસ્તાવ પટ્ટરાણી સ્નાન કરતી હતી તે વખતે તેનો હાર લઇને મંત્રીએ પોતાની દાસીને પહેરાવ્યો રાજાએ તે હાર સમ્યક પ્રકારે ઓળખીને, આ મારો હાર છે અને તે ચોરેલો છે. એમ કહી મંત્રીને તિરસ્કાર ર્યો એટલે મંત્રીએ કહ્યું કે આ હારતો મારા પૂર્વજોનો છે, ને પૂર્વ પરંપરાથી ચાલ્યો આવે છે, તો આ હાર કાંઇ આપનો નથી, રાજા કહેવા લાગ્યો કે જો એમ જ છે, તો કુબેર યક્ષ ગુહને વિષે પ્રવેશ કરી કાંઇ , યુ કર, કારણ કે તે યક્ષ પોતાને ઘરે પ્રવેશ કરેલા સત્યવાદીનું પૂજન કરે છે, અને અસત્યવાદીને શિક્ષા કરે છે. એવા પ્રકારની પ્રસિદ્ધિ છે, તેથી રાજાને કહ્યું કે બહુ સારું. ત્યારબાદ મંત્રી પણ સાહસને કરીને સાયંકાળે નગરના લોકોના દેખતાં છતાં યક્ષના ઘરને વિષે પેટો, તેથી આ સત્યવાદિ પાપાત્મા મારા મંદિરને વિષે પેઠો છે એમ ક્રોધવડ કરીને બળતો અને મુખેથી અગ્નિની જવાલાને મૂકતો, પગવડે ભૂમિ
૨૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org