________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બંધનથી છૂટો કર્યો તેથી રાજાને નમસ્કાર કરીને બેઠો.રાજાએ પૂછયું કે મારા મંદિરમાં તું કેમ પેઠો ? વંકચૂલે કહ્યું કે હે દેવ ! ચોરી કરવા. પછી તમારી રાણીએ દેખ્યો.આટલું બોલી મૌન કર્યું. વિશેષ પૂછવાથી પણ રાજાને કહેતો નથી અને રાજા તુષ્ટમાન થયો. પોતાને પુત્ર ના હોવાથી પુત્ર કરીને રાખ્યો અને રાજા રાણીને મારતો હતો તેની અકાયત કરી. વંકચૂલ ચિતવના કરવા લાગ્યો કે અહો જે નિયમો કરેલા છે તેનો ફળો બહુ જ સારો મળ્યા એવી રોજ ચિંતવના કરે છે. એકદા રાજાયે યુદ્ધ કરવા મોકલ્યો ત્યાં યુદ્ધમાં ઘણા પ્રહાર પડવાથી લોકોએ રાજા પાસે આણ્યો સારું કરવા રાજાએ ઘણા વૈદ્યોને બોલાવ્યા. તેમણે કાગડાના માંસનું ઔષધ બતાવ્યું. વંકચૂલને તેનો નિયમ હોવાથી ઇચ્છતો નથી. તે વખતે તેના મિત્ર જિનદાસને રાજાએ બોલાવ્યો જિનદાસ અવંતી પ્રત્યે આવતો હતો. તેણે રસ્તામાં બેદેવીઓને રૂદન કરતી દેખી પૂછવાથી બોલી કે સૌધર્મ દેવલોકને વિષે વસનારી દેવીઓ છીએ.કાગડાના માંસને ત્યાગ કરીને વંકચૂલ અમારો સ્વામી થવાનો છે, પણ તારા વચનથી નિયમ તોડીને નરકે જશે તેથી રૂદન કરીએ છીએ. તે સાંભળી જિનદાસે કહ્યું કે હું તેને નિયમમાંદેઢ કરીશ. એમ કહી રાજા પાસે ગયો. રાજાએ વારંવાર કહ્યા છતાં પણ નહિ માનતા વંકચૂલને નિયમમાં દઢ કર્યો નિર્ધામણા કરાવવાથી કાળધર્મ પામીને વંકચૂલ બારમે દેવલોકે ગયો. જિનદાસ પાછો પોતાના ઘર તરફ ફર્યો અને રૂદન કરતી દેવીઓને કહ્યું હવે શું કામ રુદન કરો છો ? મેં તેમને માંસ ખવરાવ્યું નથી. તેણીએ કહ્યું કે અધિક નિયમથી તે બારમે દેવલોક ગયો. તે સાંભળી હરખ પામીને જિનદાસ પોતાને ઘરે ગયો. ઢીંપુરી તીર્થ થયું તેનું સ્થાપન કરનાર વંકચૂલ થયો. આવી રીતે સ્વલ્પ નિયમથી પણ વંકચૂલ ઘણું ફળ પામ્યો ત્યારે તમામ પ્રકારના અભક્ષ્ય પદાર્થો અને અજાણ્યા ફલાદિકને ત્યાગ કરી જીવો સર્વ પ્રકારના સુખ પામે તેમાં આશ્ચર્ય નથી.
૩૦૫
3૦૫
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org