________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સભામાં માણસોને પૂછયું કે તે લોકો ! તમે આ બિંબની કાંઈ પણ વાત જાણો છો ? તેથી એક વૃદ્ધ માણસ બોલ્યો કે-પૂર્વે પ્રજાપાળ રાજા સૈન્ય લઈને શત્રુના સાથે યુદ્ધ કરવા ગયો તેથી ભય પામી તેની રાણીએ આ પોતાનું સર્વરવ છે એમ જાણીને તે બિંબને સુવર્ણરથમાં બેસારી, આ જલદુર્ગ છે એમ જાણીને પોતે રથમાં બિંબને લઇને બેસીને ચર્મણવતી નદીના મધ્ય ભાગે નાવડામાં રહી. એવામાં કોઇ દુર્જન દુષ્ટ માણસે રાજા રણસંગ્રામમાં મરાણો એમ કહેવાથી રાણીએ નાવનો ત્યાગ કરી રથ અને બિંબની સાથે નદીમાં પ્રવેશ કર્યો. રાણી પરમાત્માના ધ્યાનથી અધિષ્ઠાયક દેવી થયેલ હશે. અન્યથા અહીં મહિમાં ન વધે. તેમાં એક બિંબ તમારા હાથમાં આવેલ છે અને બીજું બિંબ નદીમાં જરૂર હશે. તે સાંભળી બિબ કાઢવા બહુ જ મહેનત કરી પરંતુ નીકળ્યું નહિ. તેની વાત એવી રીતે સંભળાય છે કે હજી વર્ષ મધ્યે એક દિવસ દર્શન આપે છે. શ્રીવીરના બિંબની અપેક્ષાએ પાર્શ્વનાથનું બિંબ ઘણું જ નાનું હોવાથી મહાવીરનો આ દેવબાળક છે એમ માની ચેલ્લણ એવું નામ લોકોએ પ્રકટ કર્યું. તે સિંહ ગુફાપલ્લી અનુક્રમે મહાનું નગર થઈ ગયું. હાલમાં પણ શ્રીવીર ચલ્લણ પાર્શ્વનાથ સહિત છે શ્રીસંઘ જાત્રા કરીને ઉત્સવથી તેનું આરાધન કરે છે. અન્યદા વંકચૂલ ઉજજયિની નગરીમાં રાજાનો ભંડાર ચોરવા ધોને પુંછડે વળગી મહેલમાં પેઠો. તેમાં ભંડાર દેખ્યો ત્યાં રૂષ્ટમાન થયેલી રાજાની પટરાણીએ તેને દેખ્યો અને પૂછ્યું કે તું કોણ છે? વંકચૂલે કહ્યું કે હું ચોર છું. તેણીએ કહ્યું કે ભય ન રાખ અને મારો સંગ કર. તેણે કહ્યું કે તું કોણ છે ? તે બોલી કે હું રાજાની પટરાણી છું. ચોરે કહ્યું જો એમ જ છે તો તું મારી માતા છે માટે જાઉં છું. એમ કહી ચાલવા માંડ્યો. રાણીએ પોતાનું શરીર નખથી વલુરી નાખી પોકાર પાડયો તેથી આરક્ષકે આવી વંકચૂલને બાંધ્યો. ત્યાં તે અવરારે ગુપ્તચર્યાથી રાજા જોતો હતો તે વિચારવા લાગ્યો કે અહો ! સ્ત્રીચરિત્ર કેવું છે ? ત્યારબાદ પ્રાતઃકાળે સભાને વિષે વંકચૂલને લઇ ગયા. રાજાએ તેને
M૩૦૪
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org