________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
વેર વાળવા વિષે અમરસુંદરી ક્યા) ભૂષણપુર નગરના, રત્નસાગર શ્રેષ્ઠીને, ગુણસાગર નામનો પુત્ર હતો, તેણે ગુરૂ પાસેથી વ્યભિચારી સ્ત્રીનું વર્ણન સાંભળીને પિતાએ પ્રેરણા કરવા છતાં તે કોઈ પણ કન્યાનું પાણિગ્રહણ કરતો નથી, કારણ કે દુર્જનથકી દૂષિત થયેલા મનવાળા જીવો, સ્વજનને વિષે પણ વિશ્વાસ કરતા નથી, કારણ કે ગરમ દુધથી દગ્ધ થયેલો બાળક દહીને પણ ફંકીને પીવે છે, ત્યારબાદ બહુ જ આગ્રહ કરીને પિતામાતાએ રત્નપુરવાસી મદનદત્ત શ્રેષ્ઠીની અમરસુંદરી નામની કન્યા તેને પરણાવી પણ તેને લાવવાને માટે પિતાએ આગ્રહ કરવાથી તે કહેવા લાગ્યો કે હે તાત ! પરીક્ષા કર્યા પછી ઘરમાં તેને લાવીશ આવી રીતે કહીને સાર્થવાહનો વેશ કરીને તેમજ વિવિધ પ્રકારના ભાંડાદિકને ગ્રહણ કરીને, રત્નપુરે આવીને પોતાના સાસરાના હાટ પાસે હાટ લઇને વેપાર કરવા લાગ્યો. ત્યાં પુરંદરપુરથી આવેલ એક કામદેવ નામના સાર્થવાહની સાથે તેને મિત્રાઈ થઇ. અન્યદા પોતાના પિતાને બોલવા માટે દુકાને આવેલી અમરસુંદરીને દેખી કામદેવ સાર્થવાહ કામથી પીડા પામીને ગુણસાગર પ્રત્યે કહેવા લાગ્યો કે હે મિત્ર ! દેવુકમારી જેવી આ કુમારી કોણ છે ગુણસાગરે કહ્યું કે – હે મિત્ર ! મદનદત્તની કન્યા છે. આવી રીતે તેણે કહેવાથી તેણે ફરીથી કહ્યું કે હે મિત્ર ! તું એક જ મને વિશ્વાસનું પાત્ર છે. જે માટે કહ્યું છે કે : शोकारातिपरित्राणं, प्रीतिविश्रंम्भभाजनं । केन रत्नममिदं सृष्टं, मित्रइ त्यक्षरद्वयम् ॥
ભાવાર્થ : શોકરૂપી શત્રુથી રક્ષણ કરનારા તથા પ્રીતિ અને વિશ્વાસના ભાજનભૂત આવું મિત્ર એવું અક્ષર બેનું મિત્રરૂપી રત્ન કોણે બનાવ્યું છે ? તે કારણ માટે તું પ્રયત્ન કર. જો આ મને ગ્રહણ કરે તો બત્રીશ મણિયોનો ગુંથેલો હાર હું તેને આપું. તેવું સાંભળી
૧૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org