________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તે ઘુવડો નજીકમાં વસતા વટકૂપ ગામની સીમાને વિષે રહેલા લીંબડાના વૃક્ષને વિષે માળો કરીને રહેલા કાગડાના બચ્ચાઓને રાત્રિને વિષે મારી નાંખવા માંડયા. આવી રીતે પોતાના કુળનો ઉચ્છેદ થતો જોઇ રાત્રિાએ આ ઘુવડ બધાને મારી નાંખે છે, માટે હવે આપણે શું વિચાર કરવો ? એવું ચિંતવી બધા કાગડાઓ ભેગા થઇ વિચાર કરવા લાગ્યા એકત્ર થઈને વિચાર્યું કે રાત્રિાયે આપણે દેખતા નથી, માટે દિવસે એ ઘુવડો કયાં રહે છે ? તેનો પત્તો મેળવીને તેને શિક્ષા કરીશું ત્યારે જ ભવિષ્યમાં આપણું કલ્યાણ છે. એ પ્રમાણે મસતલ કરીને તપાસ કરવા લાગ્યા, તો તેને ગુફાને વિષે દેખ્યા. તેથી ઘણું ખાવાનું તેમજ કીડીયો આદિ મારીને ચાંચથી ઉપાડીને તે ગુફાને વિષે મૂકહ્યું, હવે ઘુવડો બોલવા લાગ્યા કે આ કોણે મૂક્યું ? ? એટલે કાગડાઓ નગ્ન થઈને બોલ્યો કે તમારા દાસો એવા અમોએ મૂકેલું છે, કારણ તમારી ભક્તિ કરવી તે અમારો ખાસ ધર્મ છે. ત્યારબાદ ઘુવડો ચરવાને માટે ગયા. ત્યારે લાકડાની સળી, તૃણને તૂલ વિગેરેની તેમને સૂવાને માટે શય્યા બનાવી તેથી ચરીને આવેલા એવા ઘુવડો બોલ્યા કે આ શય્યા કોણે બનાવી ? તેથી કાગડાઓ બોલ્યા કે અમો તમારા દાસોએ તમારી ભક્તિ માટે શય્યા કરી છે. તેવી રીતે કાગડાએ અત્યંત ઠગેલા એવા ઘુવડો કાગડાના કપટથી મોહ પામ્યા, તેથી તે દિવસથી કાગડાને તેઓ પોતાના સેવકો માનવા લાગ્યા હવે કાગડાઓએ જાણ્યું કે તેઓ આપણો અત્યંત વિશ્વાસ કરે છે, એવું ચિંતવી તેઓ જયારે કુટુંબ સહિત ગુફાને વિષે રહ્યા હતા ત્યારે ગુફાનું દ્વાર સુકા કાંટાવડે કરીને ઢાંકીને પોતાની ચાંચમાં કયાંઇકથી અગ્નિ લાવીને ત્યાં મૂકી દીધો, તેથી અગ્નિ વડે કરી સર્વ ઘુવડો બળીને ભસ્મીભૂત થયા, તેથી કાગડાઓ પોતાને કલ્યાણકારી સુખી માનવા લાગ્યા. તે માટે કહ્યું છે કે વૈરિયોનો સર્વથા વિશ્વાસ કરવો નહિ.
૧૭3
ભાગ-૬ ફર્મા-૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org