________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુણસાગર કહેવા લાગ્યો કે ઠીક છે. આ પ્રસંગથી પણ આસ્ત્રીની પરીક્ષા થશે. એવું હૃદયમાં ધ્યાન કરીને, કાર્યાતરનો દંભ કરીને, તેને ઘરે જઈને, તેણીને તેમણે વાત કહી. તેવું વચન સાંભળી તેણીએ પણ શીયલના રક્ષણના ઉપાય કરવા સાથે જ હાર લઈ લેવાની વિચારણા હૃદયમાં કરીને કહ્યું કે હું તેનું કથન કરેલું કરીશ પણ મારે એક વાર તેને મલવું છે. તેથી તે વાત ગુણસાગરે તેને કહેવાથી તેની પ્રતિજ્ઞાને અંગીકાર કરીને, કામદેવ સાર્થવાહ પણ વસ્ત્રાલંકાર ધારણ કરીને, તેમજ મુખને વિષે પાન બીડું ચાવીને, આડંબર સહિત સાયંકાળે તેને ઘર આવ્યો. અમરસુંદરીને પણ પોતાના સમાન રૂપવાળી તેમજ પોતાની મરજી પ્રમાણે ચાલવાવાળી એકાસીને, સારા વસ્ત્રાલંકાર પહેરાવીને કહ્યું કે પ્રથમ તેના સાથેથી તું હાર લઇ લેજે અને તુરત તેના સાથે સંભોગ કરજે, ને કામક્રીડા કરીને તુરત ત્યાંથી તું નીકળી જજે. આવું શીખવીને તેને મોકલી, તેથી કામાંધ કામદેવે પણ તેને અમરસુંદરી માની અને તેણીએ પણ હાર લઇને તથા વિવિધ પ્રકારના વિલાસવર્ડ કરી તેના જોડે રમીને શીઘ્રતાથી બહાર નીકળી ગઈ આ તમામ આવાત ગુપ્ત રીતે રહીને ગુણસાગરે જોવાથી વિચાર કરવા લાગ્યો કે અહો ! આ સ્ત્રીની બુદ્ધિ, કે જેણે શીયલના રક્ષણ સાથે હારને લઇ લીધો. આવી રીતે તેની ચાતુરીથી ચમત્કાર પામીને વ્યાપારને સંકેલીને પોતાને ઘરે આવ્યો. ત્યારબાદ ગુણસાગરે તેને પોતાને ઘરે આણી અને તેના સાથે સંસારજન્ય સુખોને ભોગવતો દિવસોને વ્યતીત કરવા લાગ્યો અન્યદા એક શયનને વિષે સૂતેલા તેણે પોતાના હાથથી તેના કંઠથી હાર ખેંચવા માંડયા તેથી તેણીએ કહ્યું કે હે પ્રાણેશ ! એ હારને તું ન ખેંચ, કારણ કે તેમ કરવાથી તુટી જશે. મહાન મૂલ્યવાળો આ હાર છે. તેવું સાંભળી ગુણ સાગરે કહ્યું કે હે સુભ્ર ! હારો ઘણા છે. વળી કોઈ દાસીના ઉપાયથી બીજાને ઠગવો. એવું જાણી તે ચિંતવના કરવા લાગી કે શું આણે કોઈ પણ
૧૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org