________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પ્રકારે મેં કરેલ કર્તવ્ય જાણ્યું કે શું અથવા કોઇએ આના પાસે તે વાત કહી, અગર ગમે તેમ હો. આ મર્મનો પ્રકાશ કરવાનું વૈર હું કોઈ પણ પ્રકારે કપટથી ગ્રહણ કરીશ. આવી રીતેવિચાર કરી બીજી વાર્તા પરથી તે રાત્રિને વ્યતીત કરી, પિતાને ઘરે આવી. હવે તેણીએ પુરૂષનો વેષ કરીને ઘણા ઘોડાઓને ગ્રહણ કરીને, પોતાના પિતાના નગરે આવી, ઘોડાને વેચીને તેનું આવેલું નાણું ફેરવવાને માટે તે પોતાના સાસરાના હાટે આવીને બેઠી. તેથી તેના સ્વામિયે તેને કહ્યું કે હે સુભગ ! તેં શું વેચ્યું ? તેણે કહ્યું કે ઘોડાઓ, ગુણસાગરે કહ્યું કે ઘોડાઓ છે ? તેણીએ કહ્યું કે મહામૂલ્યવાન બે ઘોડાઓ છે. આવી રીતે કહેવાથી તે ઘોડાઓને જોવાને માટે તેના આવાસને વિષે આવ્યો, અને સમગ્ર લક્ષણયુક્ત ઇંદ્રના ઘોડાના સમાન મનોહર તે બને ઘોડાઓને દેખીને તેનું મૂલ્ય તેણીને પૂછયું, તેણીએ કહ્યું કે આનું મૂલ્ય એ જ છે કે એક વારે પોતાના મોઢામાં મને થુંકવા દે તેને જ આ ઘોડા, પરંતુ આ રહસ્ય હું ગુપ્ત રાખીશ, કોઈને કહીશ નહિ, એવો મારો નિશ્ચય છે એમ કહેવાથી આને આ વાતમાં પિતાદિકના સોગન ખાવાથી ઘોડા લેવામાં લુબ્ધ એવા તેના સ્વામીએ તેમ કહ્યું, એટલે ઘોડા લઇને ગુણસાગર ઘરે ગયો અને તેણી પિતાને ઘરે જઇને ફરીથી પોતાના સાસરાને ઘરે આવી. અન્યદા અર્ધરાત્રિ સમયે ઘોડાએ બંધન તોડી નાંખવાથી તેને બાંધવાને માટે શય્યાથી ગુણસાગર ઉઠ્યો ત્યારે તેની સ્ત્રીએ કહ્યું કે હે પ્રાણેશ ! કેમ ઊઠો છો ? તેથી તેણે કહ્યું કે આ ઘોડાઓએ બંધન તોડી નાંખવાથી ફોગટ મરી જશે, માટે બાંધવા ઉઠું છું, તે સાંભળી તેણે કહ્યું કે હે પ્રિય ! ઘોડા મરે તો ભલે મરે. ઘોડાઓ ઘણા છે. વળી કોઇ કોઇને મુખે થુંકવા દેશે તો તેને થુંકનારો ઘોડા ઘણા આપશે. તે સાંભળી લજા પામેલ પોતાના નાથને તેણીએ કહ્યું કે હે પ્રિયતમ ! તું હારનું વૃત્તાંત કયાંથી જાણે છે ? તેથી તેણે પૂર્વનું વૃત્તાંત કહેવાથી તેણીએ પણ
(૧૭૬
૧૭૬
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org