________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સમાન તથા વિનયવડે કરી નમ્ર આત્મયુક્ત અને જે વિવેકી હોય તે જ મહાપુરૂષ કહેવાય છે दांतनुं स्वरुपम् - प्रथमे मासि संजातो, दन्तो हन्ति कुलं ततः । द्वितये जातदन्तस्तु, स्वजातिं विनिहन्ति सः ॥१॥ तृतीयके पुनर्मासे, पितरं वापि तामहम् । तुर्यमासे च जातेषु, तेषु भ्रातृन् विनाशयेत् ॥२॥ हस्त्यश्वकरान्वर्यान्, पंच मे पुनरानयेत् ।। मासे करोति षष्ठे तु, संतापं कलहं कुले ॥३॥ नासयेत्सप्तमे मासे, धनधान्यगवादिकम् । यस्य दंतयुतं जन्म, तस्य राज्यं विनिर्दिशेत् ॥४॥
ભાવાર્થ : બાળકનો જન્મ થયા પછી પ્રથમ માસે તેને મુખને વિષેદાંત આવે તો કુળનો નાશ કરે છે. બીજે માસે દાંત આવે તો તે પોતાની જાતિને હણે છે. (૧) ત્રીજે માસે દાંત આવે તો પિતાને અગર દાદાને હણે છે અને ચોથે માસે દાંત આવે છે તો ભાઈને હણે છે. (૨) પાંચમે માસે દાંત આવેતો શ્રેષ્ઠ હસ્તિ, ઘોડા, ઉંટ વિગેરેને લાવે છે-પ્રાપ્ત કરાવે છે અને છટ્ટ માસે દાંત આવે તો કુળને વિષે કલેશ અને સંતાપ કરાવે છે. (૩) જો સાતમે માસે દાંત આવે છે તો ધન, ધાન્ય,ગાય વગેરેનો નાશ કરે છે પણ જેનો જન્મદાંત સહિત થાય તે પોતે રાજયનો સ્વામી રાજા થાય છે. (૪)
સૌરમ સુન્નમ પાંसौराष्ट्र पंचरत्नानि, नदी नारी तुरंगमाः । चतुर्थो नेमिनाथश्च, पंचमं ऋषभदर्शनम् ॥१॥
ભાવાર્થ : સૌરાષ્ટ્ર દેશને વિષે નદી ૧, નારી ૨, ઘોડાઓ ૩, નેમિનાથ તીર્થકર ૪, અને ઋષભદેવસ્વામીના દર્શન ૫ આ પાંચ રત્નો સુર્લભ છે.
૧૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org