________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શ્રાવક શ્રેષ્ઠ છે. તેઓએ તેને નિહવો જાણી મારવા માંડયા, તેથીતેઓ બોલ્યા કે “અમોએ જાણ્યું કે તમો શ્રાવકશ્રેષ્ઠ છો, છતાં અમોને મારો કેમ છો ?” તેથી તે શ્રાવકો બોલ્યા કે “સમગ્ર સાધુઓનો . તો વિચ્છેદ થઇ ગયો છે, તમો તો કોઈ અન્ય બીજા તસ્કરો છો વળી તમારાજ મત પ્રમાણે અમો તમારો ઘાત કરીએ છીએ. કારણકે તે કાલાદિકની સામગ્રી પામીને જે હોય તે એકજ સમયે નષ્ટ થાય છે, ને બીજે સમયે બીજો થાય છે, માટે વીર વચન પ્રમાણે અમો શ્રાવક છીએ, પણ તમારા મત પ્રમાણે શ્રાવકો મટીને બીજા થયા છે, ને તમો પણ તમારા મત પ્રમાણે બીજા થયા છો, માટે જ મારીએ છીએ. આવી રીતે કહેવાથી તમોએ અમારા ચક્ષુ સારી રીતે ઊઘાડી અને અમોને સારું શિક્ષણ આપ્યું તેમ કહી, ક્ષમા માગી, આલોચી પ્રતિક્રાંતિ વિહાર કરે છે, શ્રાવકોયે પણ પોતાનો અપરાધ ખમાવ્યો ઇતિ ચોથો નિહવ.
પાંચમો ગંગદત્ત નામનો નિન્હવ થયો. મહાવીર મહારાજા નિર્વાણ પામ્યા પછી ૨૨૮ વર્ષ થયે છતે પાંચમો નિન્હવ થયો તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે ઉલ્લકા નામની નદીના કાંઠાને વિષે ઉલ્લકાતીર નામનું નગર અને તેના સામે તીરે ખેટ નામનું બીજું સ્થાન છે, ત્યાં શ્રીમાન મહાગિરિનો શિષ્ય ધનગુપ્ત નામનો છે. ધનગુપ્તનો મુખ્ય શિષ્ય ગંગદેવ નામનો હતો. તે ઉલુકા નદીના બીજા તીરે વસતો હતો તે શરદ ઋતુમાં ગુરૂને વંદન કરવા સામે તીરે ચાલ્યો. તેને નદી ઉતરતાં પગને તળીયે શીતળતા લાગે છે, ને માથે ટાલ પડેલી હોવાથી તાપની ગરમી લાગવાથી માથે ઉષ્ણતા લાગે છે, તેથી તે વિચાર કરે છે કે “શાસ્ત્રમાં કહ્યું છે કે એક સમયે બે ક્રિયાનો યોગ ન બને, છતાં હું તો એક સમયે બે ક્રિયાને શીતળતા અને ઉષ્ણતા પ્રત્યક્ષ સાથે જ અનુભવું છું. તેથી તે ગુરૂ પાસે જઈને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે એક સમયે બે ક્રિયાઓ જાણી શકાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org