________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ છે, ને હું જાણું છું ગુરૂએ કહ્યું કે “હે વત્સ ! એમ ન બોલ, કારણ કે વીરશાસનને વિષે કોઈપણ જગ્યાએ એક સમયે બે કિયા જાણવાનું કહેલ નથી, છતાં પણ શ્રદ્ધા નહિ કરનારા તેણે પોતાને અને બીજા ઘણા જીવોને માર્ગથી વંચ્યા, ઠગ્યા. ગુરૂયે તેવી પ્રરૂપણાકરનાર ગંગદત્તને ગચ્છબહાર કર્યો હવે તે એકદા રાજગૃહ નગરે ગયો, ત્યાં મહા તપતીપ્રભુ પાર્શ્વને મણિ નાગ નામનો નાગદેવતા છે તેના ચૈત્યને વિષે રહ્યો. અને સભાને વિષે પ્રરૂપણા કરવા લાગ્યો કે નિશ્ચય જીવો એક સમયે બે ક્રિયાને જાણે છે, વેદે છે. ત્યારે તેના વચન સાંભળી, ક્રોધ કરી મુદ્રગર ઉગામી મણિનાગ નામનો દેવતા બોલ્યો કે “હે દુખ તારૂં કહેલું ખોટું છે, કારણ કે મે ઘણી વાર ભગવાન મહાવીર મહારાજાના પાસે એક સમયે એક જ ક્રિયા સાંભળી છે. બે નહિ તું તો કોઈ વીર પણ નવીન ઉત્પન્ન થયેલો છે કે જૂઠો હઠ કદાગ્રહ પકડે છે, માટે કુકદાગ્રહ છોડ, નહિ તો તારું માથું કાપી નાખીશ' એવી રીતે કહેવાથી તેમણે ભય અને નવડે કરી મિથ્યામિ દુક્કડં દીધો, અને એક સમયે એક ક્રિયા વેદનરૂપ અંગિકાર કર્યું.
છઠ્ઠો રોહગુપ્ત નામનો નિન્દવ થયો. ભગવાન મહાવીરસ્વામી મહારાજાના નિર્વાણ પછી ૫૪૪ વર્ષે ટૌરાશિ નામનો છઠ્ઠો નિહવ થયો. અંતરજિકા નામની નગરીને વિષે, ભૂતગુહા નામના ચૈત્યને વિષે, મોટા પુન્યના દરિયા શ્રી ગુણસૂરીશ્વરજી રહેલા હતા. ત્યાં બલવંતશ્રીને હરણ કરનાર બલશ્રી નામનો રાજા હતો શ્રીગુપ્તસૂરિનો શિષ્ય રોહગુપ્ત છે, તે સુરિનો ભાઈ છે, તે એકદા અન્ય ગામથી અંતરંજિકા નગરીમાં આવતો હતો ત્યાં નગરીમાં એક પોર્ટુશાલ નામનો પારેવાજમ ભમે છે, ફરે છે. હાથમાં જંબુ વૃક્ષની શાખા ધારણ કરેલી છે, તે એવા કારણથી કે જંબુદ્વીપમાં મારા સમાન કોઇ પંડિત નથી. વળી તેણે પોતાના પેટ ઉપર મોટો પાટો બાંધેલ છે, તે એવા કારણથી કે મારું પેટ વિદ્યાથી ભરપૂર ભરેલું હોવાથી રખે ને પેટ
ન ૬૮
૬૮
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org