________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ફુટી જાય. વળી હાથમાં નિસરણી રાખેલી છે, તે એવા કારણથી કે વાદિ કોઈ ઉંચો ચાલ્યો જાય તો નીસરણી ઉપર ચડી આકાશમાંથી તેને નીચો પાડું. વળી હાથમાં પાવડો અને કોદાળો રાખેલો છે તે એવા કારણથી કે કોઈ વાદી પાતાળમાં પેસી જાય તો ભૂમિ ખોદી તેને બહાર કાઢું. વળી હાથમાં ઘાસનો પુળો રાખેલ છે, તે એવા કારણથી કે વાદી હારે તેના મુખમાં તૃણ લેવરાવું આવી રીતે દુનિયામાં મારા જેવો કોઈ વાદી નથી, તેવું લોકોને જણાવવા માટે પડહ વગડાવે છે. આવી રીતે નિરંતર નગરમાં ભમનારા તેને દેખીને તેનું નામ નગરના લોકોએ પોર્ટુશાલ પાડ્યું. પોટ્ટશાલને આવી રીતે ગર્જારવ કરતો દેખીને રસ્તામાં જતા રોહગુણે પટને સ્પર્શ કર્યો ને કહ્યું કે તારા જોડે વાદ કરવા તૈયાર છું. એમ કહી ગુરૂ મહારાજ પાસે આવી વાતકરી, આચાર્યે કહ્યું કે, આ વાત તે ઠીક કરી નથી. તે છલી, બલી અને વિદ્યાવાળો છે, તેથી તેને નુકશાન કરશે. કદાચ વાદમાં કોઈ તેને જીતશે, તો પણ બીજી સાત વિદ્યાઓ તેના પાસે હોવાથી તે તેનો ઘાત કરે છે. શિષ્ય કહ્યું કે ગમે તેમ થાઓ પણ કબૂલ કર્યા પછી ના પાડવાથી ફાયદો થાય તેમ નથી. તેથી ગુરૂએ તેના પાસે ૧. વીછી, ૨. સર્પ, ૩ ઉંદર, ૪ . હરણ, ૫. ડૂક્કર, ૬. કાગડો, ૭ શકુનિકા, આદિ સાત વિદ્યા હતી તેની પ્રતિઘાત કરનારી ૧. મયૂરી, ૨. નકુલી, ૩ બીલાડી, ૪. વ્યાધી, ૫. સિંહી, ૬. ધૂકી. ૭. શ્યની, એ સાત વિદ્યા પાઠસિદ્ધ આપી, તથા રજોહરણ મંત્રીને આપીને કહ્યું કે, તને કોઇભયંકર ઉપદ્રવ થાય, ત્યારે આ રજોહરણ તેના મસ્તકમાં મારજે કે જેથી ઇંદ્ર મહારાજા પણ તારો પરાભવ કરી શકશે નહિ તો બીજાની તો વાત જ શું કહેવી ? ત્યારબાદ રોહગુપ્ત રાજસભામાં જઈ આ શું જાણે છે ? માટેતે પોતે જ પૂર્વ પક્ષ કરે. હવે પરિવ્રાજક ચિંતવના કરે કે જૈનના સાધુ સ્વપરના શાસ્ત્રોમાં બહુ જ વિદ્વાન હોય છે, માટે આનો જ પક્ષ હું પકડું એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org