________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સાધુઓએ તેનો ત્યાગ કર્યો, તેથી અરસપરસ કોઇને તેઓ વંદનાદિક વ્યવહારને નહિ કરતા તેઓ અવ્યક્તા એ નામથી ખ્યાતિ પામેલા રાજગૃહ નગરી ગયા. ત્યાં મૌર્યવંશી બલભદ્ર રાજા શ્રાવક હતો. તેણે તેઓને આવેલા જાણ્યા, તેથી સુભટોને આદેશ કર્યા કે આને હાથી, ઘોડા, શસ્ત્ર, વિગેરેથી રિબાવી રિબાવીને મારો. તે મારની વાત જાણી તે મુનિઓ રાજા પાસે આવીને કહેવા લાગ્યાકે તું શ્રાવક થઇને આવું કરપીડણ કામ કેમ કરે છે ?' તેથી રાજાએ કહ્યું કે “ન માલૂમ તમો સાધુ છો કે ગુપ્ત ચરપુરૂષો છો ? માટે સાધુઓ હો તો મારવા છોડી : દઉં, નહિ તો મારું ત્યારબાદ તેઓ મિચ્છામિ દુક્કડું આપે છે. રાજા તેને કહે છે કે તમોને બોધ કરવા માટે આ કામ કરેલ છે, માટે મિચ્છામિ દુક્કડ આપુ છું.
ચોથો નિન્દવ અશ્વમિત્ર નામનો થયો શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૨૨૦ વર્ષે ચોથો નિહર ઉત્પન્ન થયો તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. મિથિલા નગરીને વિષે દશપૂર્વધર ભગવાન આર્યસુહસ્તિ મહારાજા વિચરતા હતા, અને તેમના શિષ્યોમાં કોડન્યગોત્રી અશ્વમિત્ર નામનો તેમનો શિષ્ય હતો તે મિથિલા નગરીમાં લક્ષ્મીગૃહ નામના ચૈત્યને વિષે સૂરીશ્વરજી બિરાજતા હતા. અનુપ્રવાદપૂર્વને વિષે વસ્તુનૈપુણિક નામના આલાવાનું છેદ અને નયની ભંગીવડે વિવેચન કરાય છે, તેમાં પ્રત્યુપન્ન. નરયિકા, વ્યુછેલ્યન્તિ અખિલાકિલ એ પ્રકારે ભવનપત્યાદિક, વૈમાનિકાદિક બધા આવી રીતે ભણતા અમિત્રને એવા પ્રકારે શંકા થઇ કે વ્યુછેલ્સયંતિ-મુનિયોપિ. સર્વચ્છેદ ભવિષ્યતિ. તેથી તેનું ચિત્ત અસ્થિર થયું, સર્વે સ્થવિરોયે તેને બહુ સમજાવ્યો. છતાં પણ બોધ ન થયો ત્યારે નિન્દવ કહી ગચ્છબહાર કર્યો. ત્યારબાદ તે સર્વે લોકોને પોતાનો મત ઠસાવવા લાગ્યો કે આ લોક સર્વથા શૂન્ય થઇ જશે. તે એકદા પોતાના શિષ્યો સહિત રાજગૃહ નગરે ગયો. ત્યાં દાણ લેનારા આરક્ષક લોકો સર્વે
૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org