________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બધું આપશે પણ તેવામાં શ્રાવકે કહ્યું કે “મહારાજ ! આજે અમારો ઉદય થયો કે અમોએ આપને સંપૂર્ણ દાન દીધું.' એમ કહી આખા કુટુંબ સહિત સાધુના પગમાં પડયો, એટલે તિષ્યગુખે કહ્યું કે “દાનને માટે નિમંત્રણ કરી, અમોને ઘરે લાવી, દાન નહિ આપતા, અમારી મશ્કરી કેમ કરી ?' શ્રાવક કહે છે કે “અમે તમારી મશ્કરી કરી નથી, અમે તો તમારા આગમ પ્રમાણે તમને પાડિલાભ્યા છે. ભગવાન મહાવીરના સિદ્ધાંત પ્રમાણે પડિલાવ્યા નથી. આ પ્રમાણે સાંભળી તેને બોધ થયો, અને કહ્યું કે તે બહુ જ સારી પ્રેરણા કરી ત્યારબાદ સારી રીતે પડિલાભ્યા અને મિચ્છામિ દુક્કડ દીધો. એવી રીતે પ્રતિબોધેલા તેઓ આલોરી પ્રતિક્રાંતિ વિહાર કરવા લાગ્યા. એ પ્રમાણે તિષ્યગુપ્ત નામનો બીજો નિહવ થયો.
૩. ત્રીજો નિન્ટવ આષાઢાચાર્યનો શિષ્ય અવ્યક્તવાદી થયો. મહાવીરસ્વામીના નિર્વાણથી ૨૧૪ વર્ષે મનોહર એવી શ્વેતાંબી નગરીને વિષે પોલાસ નામના ઉદ્યાનમાં આચારવિચારના જાણનારા સ્થિર થયેલા ઘણા સાધુઓએ સેવેલા, આર્યાશાઢાચાર્ય નામના આચાર્ય મહારાજ આવીને સમવસર્યા. તેઓ પોતાના શિષ્યોને અગાઢ જોગમાં નાખી સિદ્ધાંત ભણાવે છે. તે વખતે રાત્રિને વિષે ગુરૂને પ્રાણાપહાર વિશૂચિકા થઇ, અને રાત્રિને વિષે કોઈ શિષ્યને જગાડયા નહિ, અને કાળધર્મને પામી પ્રથમ સોધર્મ દેવલોકે નલિની ગુલ્મ વિમાનને વિષે ઉત્પન્ન થયા. તે સ્વરૂપ અવધિજ્ઞાનથી જાણીને તેની પોતાની કાયામાં પ્રવેશ કરી, સાધુઓને ઉઠાડી, કાલ ગ્રહણાદિકની ક્રિયા કરાવી યોગોહન પૂર્ણ થયે તમામ વાત સાધુને જણાવી ખમાવી તથા મેં સર્વ યતિઓને નમાવ્યા છે વિગેરે કહી સ્વર્ગે ગયા. ત્યારબાદ તમામ સાધુઓની બુદ્ધિ ફરી ગઈ કે આટલા કાળ સુધી આપણે સંયતીયોએ અસંયતીઓને વંદન કર્યું. ન માલૂમ કોણ દેવ કે કોણ સાધુ? આવી રીતે કેટલાક સાધુની મતિ થવાથી કાઉસ્સગ્ન કરી બીજા
M૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org