________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ છે,” તે વાત વીરવિરોધી જમાલીયે સિદ્ધ કરી. ઇતિ જમાલી પ્રબંધ.
૨. બીજો તિષ્યગુપ્ત નામનો નિહવ થયો. ભગવાન મહાવીરસ્વામી મહારાજાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ૧૬ વર્ષ પછી સાતમું પૂર્વ વાંચતા બીજો નિcવ થયો તેનું સ્વરૂપ કહે છે - .
પૂર્વે રાજગૃહ નગરને વિષે સમગ્ર પૂર્વના જ્ઞાનીવસુ નામના આચાર્ય મહારાજા આવીને સમવસર્યા. તેમને વિશિષ્ટ બુદ્ધિવાળો તિષ્યગુપ્ત નામનો શિષ્ય હતો. તે એક દિવસ આત્મપ્રવાદ પૂર્વને મધ્યે નીચેનો આલાવો ભણે છે-હે ભગવન્! આત્મપ્રદેશ જે તે એક જીવ છે, તો તે અર્થ સત્ય નથી. ત્યારે શું બે જીવ છે કે સંખ્યાતા, અસંખ્યાતા પ્રદેશે પણ જીવ ન કહેવાય ? એક પ્રદેશે ન્યૂન હોય તો જીવ નાહિ, લોકાકાશના પ્રદેશના સમાન પ્રદેશવાળો જીવ કહેવા લાયક હોય, તે પોતે માનતો નથી. યત્ સર્વ જીવપ્રદેશો, એક ઊન જીવપ્રદેશ, તથા ન હોય તો પાછળનો એક પ્રદેશ જીવ કહેવાય છે, કારણ કે તદૂભાવિભાવત્વે જીવ દેખાય છે.
આવી રીતે ગુરૂએ સ્થવિરોયે કહ્યા છતાં પણ માનતો નથી ત્યારે કાઉસ્સગ્ન કરીને સાધુઓએ તેનો ત્યાગ કર્યો. ત્યારબાદ મિથ્યાત્વના અભિનિવેશથી ઘણા લોકોને પોતાના મતમાં દાખલ કરતો, ઘણા કાળે આમલકલ્પા નગરીના આમ્રશાલ વનમાં આવીને રહ્યો ત્યાં મિત્રશ્રી નામનો શ્રેષ્ઠ શ્રમણો પાસક છે, તે પોતાના શ્રાવકોને સાથે લઈ સાધુને વંદન કરવાને માટે ગયો, તે મનમાં એમ જાણે છે કે શઠ-નિcવોને વંદન કરી ધર્મ શ્રવણ કરૂં તે તેને પ્રતિબોધ કરવાને માટે ઘણો ઘણો બોધ કરે છે. અન્યદા તેને ઘેર કોઈ મહોત્સવ આવ્યો તેથી તેણે વિનયથી કહ્યું કે “મારે ઘેર પગલાં કરો' તેમ કહેવાથી સાધુઓ વહોરવા ગયા, શ્રાવકે તેમને મોટા સિંહાસન ઉપર બેસારી વિવિધ જાતિના પ્રાસુક ફળ પકવાન્ન લાવીને તેના પાસે સ્થાપન કર્યા, અને રાર્ધ વસ્તુઓનો ખંડ, ખંડ તેને આપ્યો સાધુએ જાણ્યું કે પાછળથી
૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org