________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કે મારો કપડો બની ગયો. તેથી કુંભારે કહ્યું કે “દહ્ય-માનંદā દગ્ધમાન દગ્ધ, તે તો વીરનાં વચન છે. તમારે વચને તો કપડો બળવાની હજી વાર છે, કારણ કે લગાર જ બળેલ છે, આખો બળેલ નથી. તેથી પ્રતિબોધ પામી મિચ્છામિ દુક્કડું દઈ, જમાલી પાસે જઈ બહુભંગી વચનરચનાથી સમજાવ્યા છતાં પણ નહિ સમજવાથી પ્રિયદર્શના અન્ય સાધ્વી સહિત વીરપરમાત્મા પાસે ગઈ. ત્યારબાદ ચંપાનગરમાં આવી જમાલી ભગવાનને કહે છે કે - “હે ભગવાનું ! પૂર્વે તારા ઘણા શિષ્યો છદ્મસ્થ અવસ્થાની અંદર જ અતિક્રાંત થયેલ છે, હું તો સર્વજ્ઞ, કેવલી, અહમ્ છું.” આવું બોલવાથી ગૌતમસ્વામી કહે છે કે – હે જમાલી ! જુઠું શું બોલે છે? કેવલજ્ઞાની કદાપિ આલના પામતા નથી. હવે જો તું કેવલજ્ઞાની છે તો મારા બે પ્રશ્નોના જવાબ દે. આ લોક તથા જીવ શાશ્વત છે કે અશાશ્વત ?' આવી રીતે ગૌતમસ્વામીનું વચન સાંભળી નીચું જોઈ જમાલીએ મૌન ધારણ કર્યું, કારણ કે મૂર્ખનું બળ મૌન જ હોય છે એટલે પ્રભુ કહે છે કે “હે જમાલી ! મારા ઘણા શિષ્યો છદ્મસ્થ છે, છતાં તેઓ પણ આ પ્રશ્નોનો ઉત્તર આપી શકે છે, ને તને તો એટલું પણ નહિ આવડતા છતાં સર્વજ્ઞપણાનું મિથ્યાસ્થાપન કરે છે. આ લોકભૂત, ભવત, ભાવી, અપેક્ષાએ નિશ્ચય શાશ્વત છે અને ઉત્સર્પિણી, અવસર્પિણીની અપેક્ષાએ અશાશ્વત છે. હે જમાલી ! આ જીવ દ્રવ્ય રૂપે નિરંતર શાશ્વત છે, અને દેવ, મનુષ્ય, તિર્યચ, નરક પર્યાયવડે કરી અશાશ્વત છે.' એવી રીતે કહ્યા છતાં પણ દેવાધિદેવના વચનની અસદહણા કરતો, મરવાની ઇચ્છા કરતો હોય ને શું ? તેવી રીતે ત્યાંથી નીકળી ગયો, અને પોતાના મતથી ઘણા જીવોને ભમાવતો, મિથ્યાત્વનું પોષણ કરતો, ઘણા વર્ષ સુધી છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપને કરતો, પ્રાંતે પ્રાયઃ પાંચ દિવસનું અણસણ કરી, અનાલોચી, અપ્રતિક્રાંતિ કાળ કરી, લાંતકે ૧૩ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. જમાઈ છે તે જમ
63
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org