________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિષે ભગવાન મહાવીરસ્વામીની મોટી બહેન સુદર્શના નામની હતી. તેનો પુત્ર જમાલિ નામનો ભગવાનનો ભાણેજ પ્રસિદ્ધ હતો. તેમણે ભગવાનની પુત્રી પ્રિયદર્શનાનું પ્રાણિગ્રહણ કર્યું હતું અને તેથી તે ભગવાનનો જમાઇ થયેલ હતો. અન્યદા ભગવાન શ્રીમાન મહાવીરસ્વામી ઉદ્યાનને વિષે આવીને સમવસર્યા, તેથી પોતાના પરિવાર સહિત જમાલી ભગવાનને વાંદવા ગયો, અને ત્રણ પ્રદક્ષિણા કરી ભગવાનને વાંદી જગદગુરૂની પાસે ભાવથી ધર્મોપદેશ સાંભળવા બેઠો, તથા ઉપદેશ શ્રવણથી સંવેગ રંગ ધારાની વૃદ્ધિ થવાથી દીક્ષા લેવા માટે પ્રિયદર્શનાને પુછે છે, તેથી ઉત્તરમાં હું પણ પ્રાણનાથની પ્રથમ જ દીક્ષા લેવા તૈયાર છું, એવું સાંભળી જમાલીએ ૫૦૦ ક્ષત્રિયો સાથે અને પ્રિયદર્શનાથે ૧૦૦૦ સ્ત્રીઓની સાથે મહાવીરસ્વામી ભગવંત પાસે દીક્ષા લીધી. ત્યારબાદ ૧૧ અંગોનું જલ્દીથી પઠન કર્યું એકદા સેંકડો મુનિઓ સાથે જઈ શ્રાવસ્તિ નગરીના હિંદુક ઉદ્યાનને વિષે વાસ કર્યો. ત્યાં અંતકાત આહારથી દાહકવર ઉત્પન્ન થયો. વેદના સહન નહિ કરી શકવાથી શિષ્યોને તાત્કાલિક સંથારો કરવાનું કહ્યું. શિષ્યો સંથારો કરે છે ફરીથી સંથારો કર્યો કે નહિ ? તેવો પ્રશ્ન કર્યો. શિષ્ય ઉત્તર આપ્યો કે “સંથારો કર્યો તેથી સંથારા પાસે આવે છે સંથારો તૈયાર નથી એવું દેખી મિથ્યાત્વના ઉદયથી “ક્રિયમાણે કૃત, ચલતુ ચલિત, જીર્યનું જીર્ણ વિગેરે જિન કહે છે તે મિથ્યા છે, આવી રીતે બીજા મુનિઓ પાસે પોતાના મત સ્થાપન કરે છે. મુનિયો માનતા નથી. પ્રિયદર્શના જમાલિનું વચન માને છે, તેનું વચન સદહે છે, તેના સાથે વિચરે છે. બીજાઓ ભગવાન પાસે જઈ વિચરે છે. અન્યદા જમાલીના મતને સ્થાપન કરતી પ્રિયદર્શના વિચરતીથકી ઢંકકુંભારના ઘરને વિષે રહે છે અને તેના પાસે પોતાનો મત સ્થાપન કરે છે. તે ઢંક વીરનો ભક્ત છે. એક દિવસે તેના કપડામાં તેણે અંગારો નાખ્યો, તેથી પ્રિયદર્શનાએ કહ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org