________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
(વીર્યાચાર)
સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા, ગમે તેણે પોત પોતાના અધિકાર અનુસારે કર્તવ્યો કરવા. પોતાના મન, વચન અને કાયાના છતા બળવીર્યને ગોપાવ્યા વિના યથાશક્તિ તેનો સદુપયોગ કરવો. મતલબ કે સાધુ સાધ્વીએ સંયમકરણી (પંચહાવ્રતનું પાલન, પાંચ ઇંદ્રયોનું દમન, ચાર કષાયનું જીતવું અને મન, વચન, કાયાની શુદ્ધિ) કરવામાં પોતાનું છતુ બલી વીર્ય ગોપવવું નહીં. તેનો કોઈપણ રીતે ગેરઉપયોગ નહિ કરતા સદુપયોગ કરવામાં જ લક્ષ રાખવું, તેમજ શ્રાવક, શ્રાવિકાએ પણ સ્વગૃહસ્થ ધર્મનું આરાધન કરવા સદ્ગુરુના વચનામૃતનું પાન શ્રવણ આદરસહિત કરી સ્વશક્તિ અનુસારે પોતાના મન, વચન, કાયા, ધનનો સદુપયોગ કરી લેવા ચૂકવું નહિ. પોતાની શક્તિનો જે સદુપયોગ થાય તે જ સાર્થક છે. બાકી તેનો ગેરઉપયોગ જે થાય છે તે તો કેવળ સંસારની વૃદ્ધિ માટે જ છે એમ જાણવું.
સો પ્રકારના મૂખ) ૧ જે જમીને જંગલ જાય તે મૂર્ખ. ૨ જે વાત કરતો હસે તે મૂર્ખ. ૩ જે વને ગહને વાત સંભારે છે તે મૂર્ખ. ૪ જે બાળકનો સંગ કરે તે મૂર્ખ. પ જે કામ વિના પર ઘર જાય તે મૂર્ખ. ૬ જે બાપને નીચની ઉપમા આપે તે મૂર્ખ ૭ જે કામકાજ વિના પાપ કરે તે મૂર્ખ, ૮ જે કાર્ય વિના લડાઈ કરે તે મૂર્ખ. ૯ જેદાન આપતા આડો આવે તે મૂર્ખ. ૧૦ જે બદ્ધ બથ્થા બાધે તે મૂર્ખ. ૧૧ જે ગીત ગાતા વચ્ચે વાત કરે તે મૂર્ખ. ૧૨ જે મોટા માણસ પાસે ફર્યા કરે તે મૂર્ખ. ૧૩ જે નીચ માણસની સંગતિ કરે તે મૂર્ખ. ૧૪ જે ખુલ્લા મોઢે મોટા સાથે વાત કરે તે મુર્ખ. ૧૫ જે એકલી સ્ત્રી સાથે ગોષ્ઠી કરે તે મૂર્ખ. ૧૬ જે રાજવર્ગ સાથે ચડીને બોલે તે મૂર્ખ. ૧૭ જે જંગલ જઈને વૃક્ષની પૂઠે બેસે તે મૂર્ખ. ૧૮ જે દરબારમાં જૂઠું બોલે તે મૂર્ખ. ૧૯ જે રૂપાળી સ્ત્રી દેખી
ન ૨૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org