________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
૧. અનશન ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, પ્રમુખ તપ કરી તેટલા દિવસ સુધી કે અંતે જીવિતપર્યત ભોજનનો ત્યાગ કરવો તે. જોદરીસંયમ જીવનના નિર્વાહાથે જરૂર પૂરતાં આહારથી બે ચાર કવલજૂન મહાર લેવો. ૩. વૃત્તિસંક્ષેપનિયમિત ભોજન, એક કે બે વખત અમૂક જરૂરી યોગ્ય વસ્તુથી જ ચાલી લેવું. રસત્યાગ દૂધ દહીં, ઘી તેલ, ગોળ પ્રમુખ વિગેય અથવા ષડરસ ભોજનનો બને તેટલો ત્યાગ કરવો. ૫. કાયકલેશ શીતતાપાદિક જાણીબુજીને સહન કરવા તેમ જ કેરાલોચ પર ખ સહન કરવા દસંલીનતા કાયાને સંકોચી, સ્થિર આસન પ્રમુખદેહદમન આત્મકલ્યાણાર્થ કરવું.
૧. પ્રા પશ્ચિત-જાણતા કે અજાણીતા ના ક વેતરાયા કરેલા પાપકર્મ નિષ્કપટપણે સદ્ગુરુ સમીપે આવી નિંદી તેવા પાપકર્મ જણીબુઝી તે ફરીથી નહિ કરવાની શરતે શુદ્ધ ભાવથી પાપનું નિત" .. કરવું. ૨. વિનય અરિહંતાદિક પૂજ્યપદની ભક્તિ, બહુમાન, ગુણાતિ, આશાતના વર્જન પ્રમુખ કરવા. ૩. વૈયાવચ્ચ સંઘ, સાધર્મિક, આચાર્ય, બાળ, ગ્લાન, મુનિ, સ્થવિર પ્રમુખ ગુણીજનોની ઉચિત છે કરવી. ૪. સ્વાધ્યાય અભિનવ શાસ્ત્ર ભણવું શંકાનું સમાધાન પૂછવું. અર્થ રહસ્યની આલો ના કરી લેવી, અને ગુરુગમ્ય શીખેલુ શ . . અબૂઝને સમજાવવા શ્રમ લેવો. ૫ ધ્યાન દોષ દૃષ્ટિથી થતા દુર્ગાનનો ત્યાગ કરી, શુભદષ્ટિથી વસ્તુસ્વરૂપનો એકાગ્રપણે વિચાર કરવા, તથા આર્તરોદ્ર તજી દઈ ધર્મશુકલ ધ્યાન પામવા સારુ આજ્ઞાનુસાર ઉદ્યમ કરવો. ૬. ઉત્સર્ગ દેહાદિકની માયા (મમતા) તજી ચિલાતીપુરા, દઢપ્રહારી, મેતારજમુનિ, ગજસુકુમાલાદિકની પેઠે કાઉસ્સગ્ગ ધ્યાનમાં અડગ રીતે ઊભા રહી ઉપશમ, વિવેક, સંવરના બળથી કર્મ શત્રુનો જય કરવા પ્રબળ પુરુષાર્થને સ્કુરાયમાન કરવો તથા દેહાદિકનું ભાન ભૂલી આત્મામાં જ ઉપયોગ ધારણ કરવો.
M૨૨૫
૨૨૫
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org