________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
પ સમ્યકદષ્ટિ જનોનુ શુભ કરણી દેખી તેનું અનુમોદન કરવું. (પ્રશંસા કરી તેનુ પુષ્ટિ કરવી.) ૬. સીદાતા શ્રાવકભાઈઓને હરકોઈ રીતે મદદ કરી ટેકો આપી તેને ધર્મમાં સ્થિર કરવા. ૭ સાધર્મિક બંધુઓની ઉત્તમ ભાવનાથી સેવાભક્તિરૂપ વાત્સલ્ય કરવું. ૮. પવિત્ર જૈન શાસનની જાહોજલાલી વધે તેવાં સારાં કાર્યો સમજણપૂર્વક કરવા.
ચારિત્રાચાર) ૧. ઇર્યાસમિતિ-જતા આવતા જીવની વિરાધના જ થાય તેમ જમીન પર દષ્ટિ નાખી જયણાપૂર્વક પ્રમાદ ત્યાગ કરી (વિકથાદિક પ્રમાદ ત્યાગ કરી) ધુંસર પ્રમાણ દૃષ્ટિ રાખી ચાલવું ૨. ભાષાસમિતિ ખાસ બોલવાનો પ્રસંગ હોય ત્યારે જ મધુર, ડહાપણ યુક્ત, ગર્વરહિત, પ્રથમથી જ પરિણામનો વિચાર કરી, ધર્મને બાધકતા ન થાય એવું જ જરૂર પૂરતું વચન બોલવું. ૩. એષણાસમિતિ સંયમ જીવનનો નિર્વાહ કરવા નિર્દોષ આહાર પાણી પ્રમુખની નિઃસ્પૃહતાથી ગવેષણા કરી મેળવેલા શુદ્ધ નિર્દોષ આહારાદિકનું સેવન કરવું. ૪. આદાનભંડનિમ્નવણાસમિતિ સંયમ માર્ગમાં ઉપયોગી ઉપકરણો લેતાં મુક્તાં જીવોની વિરાધના થાય નહિ તેવી રીતે જયણા રાખી કાળજીપૂર્વક લેવા મૂકવાં. પ. પારિષ્ઠાપનિકા સમિતિ લઘુનીતિ, વડીનીતિ પ્રમુખ શરીરજન્ય મળ, જીવ જંતુ રહિત નિર્દોષ સ્થલે દૃષ્ટિ પ્રમુખથી પૂરતી તપાસ કરી જયણાથી પરઠવવા. ૬. મનોગુપ્તિ-અકુશલ યોગથી મનને નિવર્તાવી કુશલ યોગોમાં જ મનને સ્થાપન કવું, સ્થિર કરી રાખવું. ૭. વચનગુણિ અકુશલ યોગથી વાણીને નિવર્તવાવી, કુશલ યોગમાં તેનો નિયોગ કરવો. ૮ કાયમુર્તિ કાચબાની પેઠે કાયાને સંકોચી રાખી અકુશલ યોગથી નિવર્તાવી, કુશલ યોગમાં જ જોડવી.
( તપાચાર) (છ બાહ્ય, છ અત્યંતર)
૨૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org