________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ભાવાર્થ : શ્રી શત્રુંજય તીર્થે જઈ ઋષભદેવ તીર્થંકરની પૂજા કરીએ તે જ જન્મના સારભૂત ફળ છે અને વૈભવનો સારપણ એટલો જ છે (૧) શ્રી સિદ્ધાચલને વિષે ચોવિહારો છઠ કરી જે માણસ સાત જાત્રા કરે છે તે ત્રીજે ભવે મુક્તિને મેળવે છે (૨) શ્રી સિદ્ધાચલને વિષે ભગવાનને સ્નાત્ર અભિષેક પૂજા કરવાથી જેટલું ફળ થાય છે તેટલું ફળ અન્ય તીર્થને વિષે સુવર્ણની ભૂમિ તથા આભૂષણોનું દાન આપવાથી પણ થતું નથી. (૩)
જ્ઞાનાચાર) ૧. જે જે ધર્મશાસ્ત્રો ભણવા ગણવા તે બધા અકાળવેળા (દરેક સંધ્યા વખત, મધ્યાહ્ન સમય તથા મધ્ય રાત્રિનો સમય) વર્જીને યોગ્ય અવસરે ભણવાં, ૨. ધર્મગુરુ અને વિદ્યાગુરુનો ઉચિત વિનય સાચવીને જ ભણવું. ૩. જ્ઞાન અને જ્ઞાનીનો યોગ્ય સત્કાર કરી શુદ્ધ પ્રેમભાવથી ભણવું ગણવું. ૪. શાસ્ત્ર ભણવા માટે યોગ્યતા મેળવવા સારુ યોગ, ઉપધાન કરીને જ તેનું પઠન પાઠન કરવું. પ જેમની પાસેથી આપણને જ્ઞાનનો લાભ થયો હોય તેનું નામ કોઈ પૂછે તો તુરત જાહેર કરવું,પણ ભયથી, લજ્જાથી, કલ્પિત કારણોથી છુપાવવું નહિ. ૬. જે શાસ્ત્ર ભણવું તે અક્ષર કાના માટે, અન્યૂનાધિક ભણવું ગણવું. ૭. તે શાસ્ત્રના અર્થનું મૂળ તથા તેના અર્થ શુદ્ધ ગુરુગમથી ધારી પાકા કરી લેવા.
( દર્શનાચાર) ૧. સર્વથા રાગદ્વેષાદિક દોષવર્જિત સર્વજ્ઞ વીતરાગના વચન સંપૂર્ણ રીતે સત્ય માનવા ૨. ઉક્ત સર્વજ્ઞ પરમાત્માના પવિત્ર શાસનમાં જ રક્ત થવું. બીજા અન્ય મતની ઇચ્છા કરવી જ નહિ. ૩ સર્વજ્ઞ ભગવાને ભાખેલા દાનાદિક ધર્મના ફળનો સંદેહ કરવો જ નહિ. ૪ અન્ય મતના કષ્ટ, મંત્ર ચમત્કાર કે પૂજા, પ્રભાવના દેખી મૂઢદષ્ટિ બનવું નહિ.
૨૨3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org