________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શું કર્યું ? માટે જીવિત-મરણના દાન આપવામાં પ્રગર્ભ એવા યમનું હું આરાધન કરું, એવી રીતે વિચાર કરી પોતાની નગરીથી દક્ષિણ દિશાને વિષે યમનું મંદિર બંધાવ્યું. ત્યારે મહિષારૂઢ એવી, હાથમાં દંડ રાખેલી ધૂણોíનામની સ્ત્રી તેના ખોળામાં છે એવી, કાળી મહાક્રૂરતાને ધારણ કરનારી યમની મૂર્તિનું સ્થાપન કરી, બલિપુષ્પાદિકથી નિરંતર યમની પૂજા કરવા લાગ્યો તેથી, તુષ્ટમાન થયેલો યમ બોલ્યો કે હે મહાભાગ ! વર માગ. તેવું સાંભળીને શ્રેષ્ઠિએ કહ્યું કે- ધર્મરાજ ! હે સુરનંદન ! હે કાલિંદી સોદર ! જો તું મારા ઉપર તુષ્ટમાન થયેલો છે, તો મારું જીવિતવ્યનું રક્ષણ કર. એવી પાર્થના કરવાથી, યમ બોલ્યો કે મારા એકલાથી એ કર્તવ્ય નહિ બની શકે માટે તારા આગ્રહથી ત્રાણ અન્ય લોકપાળના સાથે મળીને હું તારું કામ કરીશ. તેમ કહી તેને લઇને તે ત્રણેને ભેગો થયો એટલે યમ, સુરેંદ્ર, વરૂણ અને કુબેર એ ચારે જણા ભેગા થઈ શ્રેષ્ઠીને લઈને યમના લેખક ચિત્રગુપ્તના ઘરને વિષે ગયા. ત્યાં એક ભાગને વિષે ચંદ્રશેઠી રહ્યું તે તમામ ચિત્ર ગુપ્તને કહે છે કે હે ભદ્ર ! ચંદ્રશ્રેષ્ઠીનું નામ તારી લેખક વહીમાંથી કાઢી નાંખીને તેને ચિરાયુ કર. તે વખતે જે ઠેકાણે ચંદ્રશ્રેષ્ઠી રહેલો છે, તે ઘરનો પાટડો ભાંગવાથી ચંદ્ર શ્રેષ્ઠીના ઉપર પડવાથી શ્રેષ્ઠિ મરણ પામ્યો. ચિત્રગુપ્તની લેખક વહીમાં લખેલું હતું કે - यमोनाकसदांनाथे, कुबेरवरुणे तथा । चित्रगुप्तगृहप्राप्ते, चंद्र श्रेष्ठीमरीष्यति ॥१॥
ભાવાર્થ : દેવતાનો નાથ યમ, વરૂણ, કુબેર,દેવેંદ્ર આ ચારે જણા એકત્ર થઇને ચંદ્રશ્રેષ્ઠીને ચિરાયું કરવાને માટે ચિત્રગુપ્તને ઘરે લઈ જશે. ત્યાં પાટડો પડવાથી ચંદ્ર શ્રેષ્ઠીનુ મરણ થશે. मृत्योबिभेषीकिंबाल ! सजातं नैव मुंचति ।। तस्मात्सर्वप्रयत्नेन, कुरुयत्नमजन्मनि ॥१॥
૨૧૫
૨૧૫
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org