________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દ્રવ્ય માટે યષ્ટિ મુષ્ટિવડે કરી માર મારી ભર બજાર વચ્ચે તેના પાપના ઉદયથી પાડયો તને તેના હૃદય ઉપરથી પત્થરની શીલા મૂકી આ અવસરે તે અધિકારીએ રસ્તામાં જતો સાધારણ શ્રેષ્ઠીને દેખ્યો ને તેને કહાં કે અહો મહામતિવાળા ! તું તારા ગુરૂનું વાકયપ્રતિપાલન કર. ગુરૂયે કથન કરેલી તે પાપમય વેળા મારી આવી ચૂકી છે. એવાવચન સાંભળી દયાવડે કરી વ્યાપ્ત હૃદયવાળા તેણે તેનું દેવું પોતાને માથે લઈ તેને રાજાના સંકટથી મુક્ત કર્યો. જેમ રાજાના અધિકારી ઉપહાસ વચન બોલી ફળ મેળવ્યું તેવી રીતે પોતાના ગૌરવના તોરથી સધન કે નિર્ધન ગમે તે હોય તેવી હાંસી સારી બુદ્ધિવાળા માણસોએ કદાપિ કરવી નહિ.
(ભય ઉપર ચંદ્ર શ્રેષ્ઠી ક્યા) सव्वेसुहाणकंखी, सव्वेविदुःखभीरु आमणुआ । सव्वेविजीवाणपिया, सव्वेमरणाओबीहंति ॥१॥
ભાવાર્થ : સર્વે જીવો સુખના આકાંક્ષી હોય છે. સર્વે મનુષ્યો દુઃખથી ડર પામનારા હોય છે, સર્વે જીવોને પોતાનું જીવિતવ્ય પ્રિય હોય છે, તથા સર્વે જીવો મરણથી ભય પામનારા હોય છે, તે માટે દેવાદિકની સેવા કર્યા છતાં પણ અને તુષ્ટમાન થયા છતાં પણ તેઓ રક્ષણ કરવાને શક્તિમાન નથી.
સાવિરી નગરીને વિષે ધનદના જેવો-ધનવાન ચંદ્ર નામનો શ્રેષ્ઠી વસતો હતો. એકદા પ્રસ્તાવે-હરિહર પુરંદર સ્કંદ વિનાયક દુર્ગાદિ દેવનો આરાધન કરવાને માટે તત્પર એવા નગરના લોકોને દેખીને વિચાર કરે છે કે – આ નગરના લોકોને ધિક્કાર છે કે તેઓ બધા વરાકા રાંકડા દેવોને આરાધે છે, કારણ કે કદાચ તે તુષ્ટમાન થાય તો પણ મરણથકી તો રક્ષણ કરતા જ નથી. માટે બકરીના ગળાને વિષે રહેલા સ્તનના પેઠે નકામા આ દેવતાઓના આરાધનવડે કરીને
૨૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org